Site icon hindi.revoi.in

ગેંગસ્ટર વિકાસ દુબે પર બનેલી ફિલ્મ ‘પ્રકાશ દુબે કાનપુર વાલા’નું ટ્રેલર રિલીઝ

Social Share

ગેંગસ્ટર વિકાસ દુબે પર બની ફિલ્મ
પ્રકાશ દુબે કાનપુર વાલાનું ટ્રેલર રિલીઝ
વિકાસ દુબેના જીવન પર આધારિત છે ફિલ્મ

ગેંગસ્ટર વિકાસ દુબે પર બનેલી ફિલ્મ પ્રકાશ દુબે કાનપુર વાલાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.. આઠ પોલીસકર્મીઓની ઘાતકી હત્યાને અંજામ આપનારો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો.. પરંતુ તેમના નામની એટલી ચર્ચા થઈ હતી કે ફિલ્મમેકર્સએ તેની વાર્તાને સ્ક્રીન પર મૂકવાનો નિર્ણય લીધો હતો. ગેંગસ્ટર વિકાસ દુબેના જીવન પર આધારિત ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા તૈયારીમાં છે. ગોલ્ડન બર્ડ પિક્ચર્સ દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં પ્રમોદ વિક્રમ સિંહ વિકાસ દુબેની ભૂમિકામાં જોવા મળશે, જે વિકાસ દુબે જેવા જ સમાન દેખાઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર 2 મિનિટ 46 સેકંડનું છે, જેમાં વિકાસ દુબેની ક્રાઇમ વર્લ્ડની આખી સ્ટોરી કહેવામાં આવી છે. ટ્રેલરમાં વિકાસ દુબેના ભત્રીજા અમર દુબેની પણ મહત્વની ભૂમિકા છે. અમર દુબેને આ ફિલ્મમાં સમર તરીકે દેખાડવામાં આવશે. ફિલ્મનું દિગ્દર્શન આકાશસિંહ ગહરવાર કરી રહ્યા છે.

વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ મશહુર ફિલ્મ ડાયરેક્ટર હંસલ મહેતાએ કહ્યું હતું કે તે ગેંગસ્ટરના જીવન પર એક વેબ સિરીઝનું દિગ્દર્શન કરશે. ડાયરેક્ટર શૈલેષ આર સિંહના કર્મ મીડિયા અને મનોરંજન, પોલરોઇડ મીડિયાના સહયોગથી, તેના માટેના રાઈટ્સ ખરીદ્યા છે. તનુ વેડ્સ મનુ, શાહિદ, અલીગઢ જેવી અનેક ફિલ્મોનું નિર્માણ કરનાર ડાયરેકટર શૈલેષ આર સિંહે વિકાસ દુબેની વાર્તાના અધિકાર મેળવ્યાં છે.

વિકાસ દુબેને લગતી તમામ ઘટનાઓના આધારે આ સીરીઝની વાર્તા તૈયાર કરવામાં આવી રહી છે. ડિજિટલ પ્લેટફોર્મ પર સેક્રેડ ગેમ્સ, મિર્ઝાપુર, રંગબાઝ જેવી વેબ સીરીઝે ઘણી ઘૂમ મચાવી અને દર્શકોએ તેમને ખૂબ જ પસંદ કરી છે.ત્યારે જોવાનું એ રહેશે કે શું આ વેબ સીરીઝ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી શકાશે ખરા?

દેવાંશી-

Exit mobile version