Site icon hindi.revoi.in

વિદ્યા બાલનની ફિલ્મ શેરનીનું ટ્રેલર થયું રિલીઝ

Social Share

વિદ્યા બાલનના ફેંસને નવી ભેટ મળી છે. એક્ટ્રેસની નવી ફિલ્મ શેરનીનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે.  આ ફિલ્મનું ટીઝર પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.  આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આ ફિલ્મ 18 જૂને રિલીઝ થશે.

ફેંસ ઘણા સમયથી ફિલ્મ ‘શેરની’ની રાહ જોઇ રહ્યા હતા.  ફિલ્મનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે. વગર મેક અપે દમદાર લૂકમાં ફરી એકવાર વિદ્યા ફેંસને દિવાના બનાવવા માટે તૈયાર છે.  આ વખતે વિદ્યા જંગલની વાર્તા ફેંસ માટે લઈને આવી છે.

ટ્રેલર પરથી સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, વિદ્યા બાલન એક ઈમાનદાર મહિલા ફોરેસ્ટ અધિકારીના પાત્ર માં જોવા મળશે. જે અનેક ગંભીર મુદ્દાઓ સામે લડતા જોવા મળશે.

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે મનુષ્યો અને પશુઓની વચ્ચેના સંઘર્ષને હલ કરવાના પ્રયાસ કરતી આ યાત્રામાં વિદ્યાને પોતાની અસામાન્ય ડયુટી અને લગ્ન જીવનની વચ્ચે વારંવાર અવરજવર કરવી પડે છે.

Exit mobile version