1. Home
  2. revoinews
  3. ટ્રેડ યૂનિયનોની 8 જાન્યુઆરીના રોજ વ્યાપક હડતાળ- અંદાજે 25 કરોડ લોકો જોડાવવાની શક્યતા
ટ્રેડ યૂનિયનોની 8 જાન્યુઆરીના રોજ  વ્યાપક હડતાળ- અંદાજે 25 કરોડ લોકો જોડાવવાની શક્યતા

ટ્રેડ યૂનિયનોની 8 જાન્યુઆરીના રોજ વ્યાપક હડતાળ- અંદાજે 25 કરોડ લોકો જોડાવવાની શક્યતા

0
  • ટ્રેડ યૂનિયનોની 8 જાન્યુઆરીના રોજ હડતાળ
  • 25 કરોડ લોકો હડતાળમાં જોડાવવાની આશંકા
  • વર્ષ 2015થી એક પણ શ્રમ સમ્મેલનનું આયોજન નથી કરાયું
  • વિદ્યાર્થીઓના 60 સંગઠનો જોડાશે

કેન્દ્ર સરકારની શ્રમ વિરોઘી નીતિયો વિરુઘ કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોએ 8 જાન્યુઆરીના રોજ દેશવ્યાપી ખુબ જ મોટી હડતાળ કરવાની જાહેરાત કરી છે.ટ્રેડ યૂનિયનોએ એવો દાવો કર્યો છે કે આ હડતાળમાં 25 કરોડ લોકો સમાવેશ થવાની શક્યતા છે.જેમાં વિદ્યાર્થીઓના 60 સંગઠનો અને કેટલીક યુનિવર્સિટીના અધિકારીઓએ પણ આ હડતાળમાં ભાગ લેવાનો નિર્ણય લીઘો છે.

ટ્રેડ યૂનિયનો દ્રારા કહેવામાં આવ્યું છે કે,શ્રમ મંત્રાલય દ્વારા તેઓની એક પણ માંગણી પરના આશ્વાસનને પુરુ કરવામાં આવ્યુ નથી .શ્રમ મંત્રાલયએ ગઈ 2 જાન્યુઆરીના રોજ એક બેઠકનું આયોજન કર્યું હતું, સરકારનો રવૈયો કામદારો પ્રત્યે અવગણનાનો છે.

ઉલ્લેખનીય છે કે, ઈંટક,એટક,એચએમએસ,સીટૂ,એઆઈયૂટીયૂસી,ટીયૂસીસી, એસઈડબ્લ્યૂએ, એઆઈસીસીટીયૂ, એલપીએફ,યૂટીયુસી સહિતના જુદા જુદા સંઘો અને ફેડરેશનોને છેલ્લા વર્ષના સપ્ટેન્બર મહિનામાં કહ્યું હતું કે આવનારા વર્ષ 2020ની 8 જાન્યુઆરીએ હડતાળ કરવામાં આવશે.

આ કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોએ સંયુક્ત બયાનમાં કહ્યું કે, 8 જાન્યુઆરીના રોજ આવનારી સામાન્ય હડતાળમાં અમે ઓછામાં ઓછા 25 કરોડ લોકોની ભાગીદારીની આશા સેવી રહ્યા છે.ત્યાર બાદ અમે આગળની કાર્યવાહી કરીશું, સરકાર પાસેથી શ્રમિક વિરોઘી,જન વિરોઘી,રાષ્ટ્ર વિરોઘી નીતિયોને પરત કરવાની માંગણી કરીશું,આ બયાનમાં કહેવામાં આવ્યું છે કે,વિદ્યાર્થીઓના 60 સંગઠનો અને કેટલાક વિશ્વ વિદ્યાલયના પદાધિકારીઓએ પણ આ હડતાળમાં સામેલ થવાનો નિર્ણય લીઘો છે,તેમનો મુખ્ય એજન્ડા ફિ માં થઈ રહેલો વઘારો અને શિક્ષાનું જે વ્યાપારી કરણ થઈ રહ્યું છે તેનો વિરોઘ કરવાનો છે.

તે સાથે જ ટ્રેડ યૂનિયનોએ જવાહરલાલ નેહરુ વિશ્વ વિદ્યાલયમાં હિંસા અને બીજા વિશ્વ વિદ્યાલય પરિસરમાં આ પ્રકારની થતી ઘટનાઓની નિંદા કરી છે, તે સાથે દેશભરમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને સમર્થન આપવાની વાત પણ કરી છે.તે ઉપરાંત ટ્રેડ યૂનિયનો દ્વારા એ  વાત પર નારાજગી દર્શાવામાં આવી છે કે,વર્ષ 2015 જુલાઈથી એક પણ ભારતીય શ્રમ સમ્મેલનનું આયોજન કરવામાં નથી આવ્યું, તે ઉપરાંત યૂનિયનોએ શ્રમ કાયદાની સંહિતા જાળવી રાખવા અને સાર્વજનિક ઉપકરણોના ખાનગીકરણનો પણ વિરોઘ દર્શાવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.