Site icon hindi.revoi.in

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્રનો આજે જન્મદિવસ : જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

Social Share

મુંબઈ : જયપ્રદા અને શ્રીદેવી જેવી દિગ્ગજ અભિનેત્રીઓ સાથે સિલ્વર સ્ક્રીન પર જબરદસ્ત કેમિસ્ટ્રી શેર કરનાર જીતેન્દ્ર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 7 એપ્રિલ 1942 ના રોજ પંજાબના અમૃતસરમાં જન્મેલ જીતેન્દ્ર ફિલ્મોમાં સફળતાનું બીજું નામ બની ગયા હતા. જીતેન્દ્રનો શાનદાર અભિનય અને તેમનો ડાંસ કોઈ પણ ફિલ્મ હિટ બનાવવા માટે પૂરતા હતા. પરંતુ જીતેન્દ્રએ કામ મેળવવા માટે તનતોડ મહેનત કરી હતી અને ભારે જહેમત પણ ઉઠાવી હતી.

જીતેન્દ્ર તરીકે ઓળખાતા આ હીરોનું વાસ્તવિક નામ રવિ કપૂર હતું.તેમણે જીવનના શરૂઆતના તબક્કે મુંબઇમાં એક ચોલમાં રહેતા હતા. જીતેન્દ્રના પિતા અને કાકા બંને ફિલ્મોમાં જ્વેલરી સપ્લાય કરવાનું કામ કરતા હતા. જીતેન્દ્ર જયારે કોલેજમાં હતા ત્યારે તેના પિતાને હાર્ટ એટેક આવ્યો હતો. પિતાના બીમાર હોવા પર ઘર ચલાવવામાં સમસ્યા થતી હતી. એવામાં જીતેન્દ્રએ તેના કાકાને ફિલ્મ નિર્માતા વ્હી શાંતારામને મળવાની વિનંતી કરી.બાદમાં કાકાએ જીતેન્દ્રની નિર્માતા સાથે મુલાકાત કરાવી દીધી હતી.

જ્યારે જીતેન્દ્રએ ફિલ્મોમાં કામ કરવાનું કહ્યું ત્યારે શાંતારામે કહ્યું કે જો તમારે પ્રયત્ન કરવો હોય તો કરો,પરંતુ હું તમને કોઈ કામ નહીં આપું. આ સાંભળીને જીતેન્દ્ર ખૂબ જ દુઃખી થઇ ગયા. પરંતુ થોડા સમય પછી, કંઈક એવું બન્યું કે જીતેન્દ્રને વ્હી શાંતારામનો ફોન આવ્યો,અને જીતેન્દ્ર સાથે વધુ 6 છોકરાઓને પણ સિલેકટ કર્યા. જીતેન્દ્ર ખૂબ જ ખુશ થયા, પરંતુ તેની ખુશી જલ્દીથી સમાપ્ત થઇ ગઈ, જ્યારે તેને ખબર પડી કે કોઈ પણ જુનિયર આર્ટીસ્ટ નહીં આવે તે દિવસે જ કામ આપવામાં આવશે,પરંતુ તે રોજ સેટ પર આવતા હતા.જીતેન્દ્રને કોઈ પણ કામ જોઈતું હતું.તેથી સેટ પર રોજ આવવા લાગ્યા.

આ દરમિયાન જીતેન્દ્રએ પોતાના પ્રયત્નો શરૂ રાખ્યા અને એક દિવસ શાંતારામને પ્રભાવિત કરવામાં સફળ રહ્યા. શાંતારામે સ્ક્રીન ટેસ્ટ લીધો. જેમાં જીતેન્દ્ર ડાયલોગ બરાબર બોલી શકતા ન હતા. તો પણ ફિલ્મ ‘ગીત ગાયા પથ્થરો ને’ફિલ્મ માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. વ્હી શાંતારામે તેનું નામ રવિ કપૂરથી બદલીને જીતેન્દ્ર રાખ્યું. જીતેન્દ્રએ મહિનાના 100 રૂપિયાના પગાર પર કામ કર્યું હતું અને આ ફિલ્મ તેના જીવનની દિશા બદલવામાં સફળ રહી હતી.અને તે ખૂબ જ આગળ વધવા લાગ્યા.

જીતેન્દ્રએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક પછી એક તમામ સુપરહિટ યાદગાર ફિલ્મો આપી છે. જીતેન્દ્રએ શોભા કપૂર સાથે લગ્ન કર્યા છે. તેમના બે સંતાનો એકતા કપૂર અને તુષાર કપૂર આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામયાબીનો ડંકો વગાડી રહ્યા છે.

દેવાંશી

Exit mobile version