Site icon hindi.revoi.in

હિન્દી ફિલ્મોમાં પેટ પકડીને હસાવતા કોમેડી એક્ટર સતીશ કૌશિકનો આજે 65મો બર્થડે – જાણો તેમના વિશે કેટલીક ખાસ વાતો

Social Share

મુંબઈ -બોલિવૂડના જાણીતા નિર્માતા, નિર્દેશક, અને મશહૂર કોમેડીયન એક્ટર એવા સતિષ કૌશિકનો આજે બર્થ ડે છે તેમનો જન્મ 13 એપ્રિલ 1956મા હરિયાણના મહેન્દ્રગઢ જીલ્લામાં થયો હતો

કૌશિકે એફટીઆઈઆઈમાં અભિનયનો અભ્યાસ કર્યો હતો. સતિષ કૌશિકે સહકારી દિગ્દર્શક અને કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે શેખર કપૂરની ફિલ્મ ‘મોનસૂન’ માં સહ નિર્દેશક રહ્યા હતા, જે 1983 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સતિષ કૌશિક પણ હતા.

ત્યાર બાદ સતિષ કૌશિકે હિન્દી સિનેમાની કલ્ટ ફિલ્મ ‘જાને ભી દો યારો’ માટે અભિનય કર્યો, સહ-નિર્દેશિત અને ફિલ્મના સંવાદો પણ લખ્યાં. નિર્દેશક તરીકે સતિષ કૌશિકની પહેલી ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોકા રાજા હતી’. આ ફિલ્મમાં અનિલ કપૂર અને શ્રીદેવી મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી સતિષ કૌશિકે ‘હમ આપકે દિલ મેં રેત’, ‘તેરે નામ’, ‘શાદી સે પહેલાં’ અને ‘કાગજ’ સહિતની ઘણી ફિલ્મ્સનું નિર્દેશન કર્યું હતું.

તેમણે અનેક હિન્દી ફિલ્મોમાં સહ અભિનય કરી લોકોને પેટ પકડીને હસાવ્યા છે, તેઓ મોટે ભાગે હાસ્ય કલાકારનો રોલ પ્લે કરતા નજરે પડ્યા છે.તેઓ બોલિવૂડ જગતના મશહૂર કોમેડીયન માનવામાં આવે છે.

વર્ષ 1996માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સાજન ચલે સસુરાલ’ માં સતીશ કૌશિક ગોવિંદાના મિત્રની ભૂમિકામાં નજરે પડ્યા હતા જેમાં તેમણે  મુત્ત સ્વામીનું પાત્ર ભજવ્યું હતું. જ્યારે સતિશ કૌશિક ફિલ્મ જોવા મળ્યા  ત્યારે  દર્શકો પેટ પકડીને હસ્યા છે. દક્ષિણ ભારતીય ઉચ્ચારોમાં તેમના ડાયલોગ્સ દર્શકોને ખૂબ જ ગમ્યા હતા.

ત્યાર બાદ તેના બીજા જ વર્ષે 1997 માં આવેલી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસીસ ખિલાડી’માં સતિષ કૌશિકે અક્ષય કુમારના મામાનું પાત્ર ભજવ્યું હતું. જેમા તેમણે અનહદ કોમેડી કરીને દર્શકોના દિલ જીત્યા હતા. તેઓને જોઈને દર્શકોને ખ્યાલ આવી જતો કે ફિલ્મમાં હવે કંઈક કોમેડી જોવા મળશે,તેમની ખાસ ઈમેજ કોમેડી પાત્રમાં બની હતી

વર્ષ 1987 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ માં સતિશ કૌશિકે કલેન્ડર નામના રસોઈયાની ભૂમિકા ભજવી હતી. અનિલ કપૂર, શ્રીદેવી અને અમરીશ પુરી અભિનીત, આ ફિલ્મમાં સતિષ કૌશિકનું પાત્ર ખૂબ પસંદ આવ્યું હતું. આ સાથે જ તેમણે રામ લખન, હમ આપકે દિલ મે રહેતે હે, ડબલ ઘમાલ, મિલેંગે મિલેંગે, સ્વર્ગ, ભારત,બાગી 3 જેવી અનેક સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

સાહિન-

 

Exit mobile version