Site icon hindi.revoi.in

શાનદાર અભિનયથી દરેક પાત્રને ન્યાય આપતા દર્શકોના દિલ જીતનારા અજય દેવગનનો આજે જન્મદિવસ

Social Share

મુંબઈ – બોલિવૂડમાં પોતાનાન શાનદાર અભિનય અને દરેક પાત્રને ન્યાય આપતા એવા અભિનેતા અજય દેવગનનો આજે જન્મ દિવસ છે, તેમણે અવનવા પાત્રને ભજવીને એક આગવી ઓળખ બનાવી છે. છેલ્લા બે દશકથી તેઓ દર્શકોના પ્રિય બની રહ્યા છે, કોઈ કોમેડિ રોલ પ્લે કરવાનો હોય કે પછી થ્રીલર ફિલ્મમાં રોલ કરવાનો હોય અજય ક્યારેય ખચકાતો નથઈ તે તેના પાચત્રને પુરેપુરો ન્યાન આપે છે,અને તેના આ ગુણને લીઘે જ તેમને શ્રેષ્ઠ અભિનેતા માટે રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે.

અજયના જન્મની વાત કરીએ તો તેમનો જન્મ વર્ષ 1969 એપ્રિલ 2જી ના રોજ દિલ્હીમાં થયો હતો, તેમના પિતા ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝના જાણીતા સ્ટંટમેન હતા જેમનું નામ વીરુદેવગન સિંહ હતું.

ઘણા ઓછા લોકોને ખબર હશે કે,અજયનું સાચું નામ વિશાલ વીરુ દેવગન હતું, તેમની માતાના કહેવાથઈ તેમણે તેમનું નામ અજય રાખ્યું, પોતાના પરિવારમાં ફિલ્મ વાતાવરણ મળતા તેમને બાળપણથી જ ફિલ્મમાં જવાનો શોખ હતો.અને તેમણે નિર્દેશક બનાવાનું સપનું પણ જોયું.

જો તેમના અભ્યાસની વાત કરવામાં આવે તો અજયે મુંબઈની મીટ્ટી ભાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તે ફિલ્મ નિર્દેશક શેખર કપૂર સાથે સહાયક દિગ્દર્શક તરીકે કામ કરવા લાગ્યા, વધ્યો. આજ સમયગાળામાં તેઓ કુકકુ કોહલીને મળ્યા હતો. તેણે અજય દેવગનને ફિલ્મનો હિરો બનવાની ઓફર કરી. તેની પહેલી ફિલ્મની સફળતા પછી, અજય દેવગન દર્શકોમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યો.

ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’ ની સફળતા બાદ અજય દેવગન એક એક્શન હીરો તરીકે ઊભર આવ્યા હતા બસ ત્યારથી તેમણે સફળતાની સીડી પાર કરવાનું શરુ કર્યું, કે આજ દીન સુધી પાછું વળીને ક્યારેય જોયું નથી.

આ દાયકામાં અજયની હેરસ્ટાઈલ ચાહકોમાં ખૂબ પ્રિય હતી, ત્યાર બાદ વર્ષ 1998 માં અજય દેવગનને મહેશ ભટ્ટની ફિલ્મ ‘જખ્મ’માં શાનદાર અભિનય કર્યો. આ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો.

વર્ષ 1999 માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ અજય દેવગણની કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ. સલમાન ખાન અને એશ્વર્યા રાય જેવા સ્ટાર્સ સાથે પણ અજય દેવગને તેમના ગંભીર પાત્રને પડદા પર જીવંત રાખ્યું, વર્ષ 2002 માં તેમણે અજય દેવગનના ‘ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ’ માટે ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તે તેમનો સિનેમા કારકીર્દિમાં બીજી વખત શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ હતો

ત્યાર બાદ તેઓ પોતાના જીવનમાં આગળ વધ્યા, ફિલ્મ અભિનેત્રી કાજોલ સાથે વર્ષ 1999 ફેબ્રુઆરીની 24 તારીખે લગ્ન કર્યા હતા, આજ દીન સુધી અજય દેવગને અનેક સફળ ફિલ્મનો આપી છે.તેમને બે સંતાનો છે.

સાહિન-

Exit mobile version