Site icon Revoi.in

અભિનેત્રી કરિશ્મા કપૂરનો આજે જન્મદિવસ,જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

Social Share

મુંબઈ : બોલિવુડની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂર આજે તેનો 47 મો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ આ દિવસે એટલે કે 25 જૂન 1974 ના રોજ મુંબઇમાં થયો હતો. 90 અને 2000 ના દાયકામાં કરિશ્માએ એવો જાદુ ચલાવ્યો કે દરેક તેના માટે દિવાના થઈ ગયા હતા.પોતાની શાનદાર એક્ટિંગ અને ખૂબસુરતીથી સિલ્વર સ્ક્રીન પર પ્રભુત્વ ધરાવનાર કરિશ્મા કપૂર ભલે આજે બોલિવુડના સૌથી મોટા કપૂર પરિવાર સાથે સંકળાયેલી હોય, પરંતુ બોલિવુડમાં પોતાનું નામ સ્થાપિત કરવા માટે તેણે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.

કરિશ્મા કપૂર બોલિવુડના પોપ્યુલર પરિવાર એટલે કે કપૂર પરિવારની પુત્રી છે. કરિશ્મા કપૂર પરિવારની પહેલી પુત્રી છે જેણે મોટા પડદા પગ મૂક્યો હતો. કરિશ્મા સૌથી વધુ ફીસ લેનારી અભિનેત્રીઓમાંની એક હતી. કરિશ્માએ 17 વર્ષની વયે રોમાંચક ડ્રામા પ્રેમ કૈદી સાથે બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો. પહેલી જ ફિલ્મથી કરિશ્માએ પોતાનો જાદુ વિખેર્યો હતો. આ પછી, અભિનેત્રીએ દિલ તો પાગલ હૈ, હમ સાથ સાથ હૈ, બિવી નંબર 1, ફિઝા અને રાજા હિન્દુસ્તાની જેવી ઘણી સારી ફિલ્મો આપી છે.

કરિશ્મા કપૂરની પ્રોફેશનલ લાઇફની સાથે તેની પર્સનલ લાઇફ પણ ચર્ચામાં રહી. અભિનેત્રીએ 2003 માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યાં હતાં.કરિશ્મા કપૂરના સંજય કપૂર સાથેના લગ્ન 13 વર્ષ સુધી ચાલ્યા.બાદમાં કરિશ્મા કપૂર અને સંજય કપૂરે 2016 માં છૂટાછેડા લીધા હતા.સંજય કપૂર સાથે લગ્ન પહેલા કરિશ્મા કપૂરે બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન સાથે સગાઈ કરી હતી, પરંતુ કેટલાક કારણોને લીધે બંનેની સગાઈ તૂટી ગઈ હતી.

ગયા વર્ષે કરિશ્મા કપૂર તેની વેબ સિરીઝ ‘મેંટલહુડ’માં જોવા મળી હતી, જેમાં તેની અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને કરિશ્માની વાપસીથી દર્શકો પણ ખુશ થયા હતા.