Site icon hindi.revoi.in

આજે બોર્ડર સિક્યોરિટી ફોર્સનો 56મો સ્થાપના દિવસ – પીએમ મોદીએ બીએસએફ જવાનોને નમન કર્યું

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

“હમ દેશ મેં ચેન કી નીંદ સોતે હે…ક્યોકી સરહદ પર જવાન તૈનાત હોતે હે”……….. આ વાત ક્યારેય નકારી તો ન જ શકાય. દેશની સીમા પર અનેક જવાનો પોતાની જાનની પરવાહ કર્યા વગર આપણી રક્ષા માટે કાર્યરત રહે છે, ત્યારે આજે સીમા સુરક્ષા દળનો 56 મો સ્થાપના દિવસ મનાવવામાં આવી રહ્યો છે. સુરક્ષા દળોના જવાનો થકી આજે દેશમાં અનેક લોકો શાંતિની ઊંધ લઈ રહ્યા છે, જવાનો પોતે પોતાના પરિવારથી દુર રહીને અનેક કષ્ટ સહન કરીને આપણી રક્ષા કરી રહ્યા છે, એક સલામ દેશના જવાનોને નામ…..

આજના આ ખાસ દિવસે દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સેનાના જવાનોને અભિનંદન આપ્યા હતા અને તેમના માટે કહ્યું કે,  દેશની સરહદોને સાચવી રહેલા આ દળ માટે આખા દેશને ગૌરવ છે,આ સાથે જ પીએમ મોદીએ સુરક્ષા દળોને સલામી કરી હતી, બીજી તરફ  દેશના ગૃહમંત્રી અમિત શાહ તથા રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ આ સુરક્ષા દળના કાર્યને અને દળને ખુબ બિરદાવ્યું હતું.

આજના આ ખાસ દિવસે પીએમ મોદીએ ટ્વિટ કરીને સુરક્ષા દળોને સલામી પાઠવી છે, તેમણે લખ્યું છે કે, “સીમા સુરક્ષા દળના જવાનો અને તેમના પરિવારોને 56મા સ્થાપના દિવસની શુભેચ્છાઓ.  આ દળ આપણા દેશની સરહદોનું સંપૂર્ણ સમર્પિત થઈને રક્ષણ કરી રહ્યું છે. સમગ્ર દેશને તમારા માટે ગૌરવ છે. અનેક સંકટપૂર્ણ સ્થિતિમાં પણ તમે દેશની સીમાઓ સાચવતા આવ્યા છો”.

સાહિન-

Exit mobile version