TISSએ સસ્પેન્ડ કર્યું એકેડેમિક સેશન
વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું
સ્કોલરશીપ અને ફિ વધારાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ
કેમ્પસ ખાલી કરવાનું કહેતા વિરોધ વકર્યો
ટાટા ઈંસ્ટીટ્યૂટ એફ સોશિયલ સાંયન્સેઝ (ITSS) હૈદરાબાદના પરિસરામાં આગળની સુચના મળે ત્યા સુધી એકેડેમિક સેશન બંધ કરવામાં આવ્યું છે આ સાથેજ કાર્યકર રજીસ્ટારએ સંસ્થાની વેબસાઈટ પર એક નોટીસ જાહેર કરતા દરેક સ્ટૂડન્ટ્સને આ પરિસર ખાલી કરવા કહ્યું છે ,ઉલ્લેખનીય છે કે સ્કોલરશીપ અને હોસ્ટેલની ફિને લઈને અહિના સ્ટૂડન્ટ્સે વિરોધ પ્રદર્શન કર્યો હતો જેને લઈને સંસ્થાના કાર્યકરે તેઓને અહિથી પરિસર ખાલી કરવા જણાવ્યું હતું.
સ્ટૂડન્ટ્સે તે વાતને લઈને પણ વિરોધ કર્યો છે કે સંસ્થાના કેમ્પસને બિન-નિવાસી શા માટે બનાવાયા છે. તે જ સમયે તેમણે બીજો એક વિરોધ પણ કર્યો છે કે બી એ સોશિયલ સાંયન્સ વિભાગને બંધ કરવામાં વ્યો છે જેની અગાઉ થી જાણ કરવામાં આવી ન હતી . વિદ્યાર્થીઓ એ આરોપ લગાવ્યો છે કે તેની અગાઉથી જાહેરાત કરવામાં આવી નથી તેથી વિદ્યાર્થીઓ એ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વધી રહેલા વિરોધને શાંત પાડવા માટે વિદ્યાર્થીઓ અને અનેક સંગઠનોએ અધિકારીઓને કેટલી વાર કહ્યું પરંતુ તેઓ તેમની કી વાત માનવા તૈયાર જ નથી ત્યારે બાદ પોતાની માંગમે પુરી કરવાના વિરોધમાં વિદ્યાર્થીઓ ભૂખહડતાલ પર ઉતરી આવ્યા હતા ત્યાર બાદ મામલો થાળે પડતા વિદ્યાર્થીઓ હડલાળ પાછી ખેંચી હતી પરંતુ ફરી કેમ્પસ ખાલી કરવાની જાહેરાતને લઈને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને ફરી હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે.