Site icon hindi.revoi.in

સમય જ જણાવશે હુ રાષ્ટ્રપતિ રહીશ કે નહી: ડોનાલ્ડ ટ્રંપ

Social Share

દિલ્લી:  અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ આમ તો નક્કી જ થઈ જ ગયુ છે અને મોટા ભાગના દેશોના વડાપ્રધાને જો બાઈડનને રાષ્ટ્રપતિ બનવા માટે શુભેચ્છા પણ પાઠવી છે. પણ બીજી તરફ છે ડોનાલ્ડ ટ્રંપ કે જેઓ હજુ પણ માની રહ્યા છે કે સમય બદલાશે અને સમય જ બતાવશે કે હુ રાષ્ટ્રપતિ બનીશ કે નહી.

ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રંપે પહેલીવાર મીડિયા સાથે વાત કરી છે અને તેમાં તેમણે કોરોનાવાયરસના મુદ્દે વાત કરી.

ડોનાલ્ડ ટ્રંપનું નિવેદન એટલા માટે મહત્ત્વનું માનવામાં આવે છે, કારણ કે તેમણે અને તેમની ટીમે વોટિંગ અને કાઉન્ટિંગમાં ઘણાં કૌભાંડ થયાં હોવાનો આરોપ લગાવીને કેસ કર્યા છે. વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ પણ સોમવારે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની રહ્યા છે. જોકે પહેલીવાર ટ્રમ્પે આ મુદ્દે નરમ વલણ અપનાવ્યું છે.

જો કે ડોનાલ્ડ ટ્રંપની હાર બાદ ચીનને ફાયદો થઈ શકે તેમ છે, કારણ કે ડોનાલ્ડ ટ્રંપ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ખુબ વધી ગયો હતો અને કોરોનાવાયરસને લઈને તો ડોનાલ્ડ ટ્રંપે ખુલેઆમ ચીનને જવાબદાર ગણાવ્યું હતુ. આ બાદ ચીન અને અમેરિકા વચ્ચે સંબંધો પણ વધારે ગરમાયા હતા.

અમેરિકામાં લોકડાઉન અંગે પણ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું હતુ કે અમેરિકામાં લોકડાઉન નહીં લાગે કારણ કે એની કોઈ જરૂર નથી. ડોનાલ્ડ ટ્રંપે થોડાં સપ્તાહોમાં જ આપણી પાસે વેક્સિન હશે અને તેના માટે દરેક તૈયારી કરી લેવામાં આવી છે. પછી કહ્યું, આશા છે કે આગળ બધું સારું જ થશે. જોકે એ કોઈ નથી જાણતું કે આગળ શું થશે, કઈ એડમિનિસ્ટ્રેશન રહેશે. મને લાગે છે કે આ સવાલનો જવાબ સમય જ આપશે. યુરોપિયન દેશો અને બ્રિટનમાં સંક્રમણ વધ્યું તો ત્યાં કડક લોકડાઉન લગાવવામાં આવશે.

_Vinayak

Exit mobile version