- ટ્રમ્પના આદેશનો નહી થાય અમલ
- ટ્રમ્પના આદેશ પર કોર્ટનો સ્ટે
- અમેરીકામાં ટિકટોક બેન થવાના 4 કલાક પહેલા જ કોર્ટએ સ્ટે મૂક્યો
છેલ્લા ઘણા સમયથી અમેરીકામાં ટિકટોક બંધ કરવાને લઈને વાતો થઈ રહી હતી અને રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પ દ્રારા આદેશ પણ જારી કરવામાં આવી ચૂક્યા હતા ,જો કે હવે ટ્રમ્પના આ આદેશને કોર્ટએ નકાર્યો છે,અને તેમના આદેશ પર સ્ટે મૂક્યો છે, આ સ્ટે એવા સમયે આવ્યો કે જ્યારે માત્ર થોડા જ કલાક બાદ જ ટિકટોકને અમેરીકામાં બેન કરવામાં આવનાર હતું.
ઉલ્લેખનીય છે કે, ટિકટોક ભારતની જેમ અમેરીકામાં પણ સતત પ્રિય છે.અમેરીકામાં તેના ઘણા યૂઝર્સ જોવા મળએ છે,ચીન અને અમેરીકા વચ્ચે ઘણા સમયથી અનબન જોવા મળી રહી છે,જેને લઈને અમેરીકાએ ચીનને વળતો જવાબ આપવા માટે તેમની એપ ટિકટોક પર બેન લગાવાની જાહેરાત કરી હતી, આ સાથે જ ટ્રમ્પના આદેશ પ્રમાણે ટિકટોક સહિતની બીજી એપ્સ પર પણ બેન લાગવાની જાહેરાત કરાઈ હતી.
જો કે ટ્રમ્પના આ આદેશ લોકો અમલમાં મૂકે તે પહેલાજ અમેરિકાની ફેડરલ કોર્ટે એની સામે સ્ટે આપતો આદેશ આપ્યો હતો. વિતેલા દિવસે રવિવારના રોજ કોર્ટમાં થયેલી સુનાવણી વખતે ફેડરલ કોર્ટના જસ્ટિસ એવો અભિપ્રાયય વ્યક્ત કર્યો હતો કે ગયે મહિને ઓનલાઇન સ્ટોરમાંથી આ એપને પ્રતિબંધિત કરવા પહેલા તેની સંચાલક કંપનીને પોતાનો બચાવ કરવાની પૂરતી તક નહોતી અપાઈ . રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ નિર્ણય દ્રિપક્ષી નહોતો તે એકપક્ષી હતો. આ સાથે જ અરજદારને પણ પોતોના વાત મૂકવાનો હક હોય છે.આમ કોર્ટ દ્રાવા ટ્રમ્પના આદેશ પર સ્ટે મૂકવામાં આવ્યો છે.એટલે હવે ટિકટોક પર પ્રતિબંધ અમેરીકામાં લાગુ નહી થાય.
સાહીન-