- બેંગ બેંગ વેબ સિરીઝમાં જોવા મળશે મિસ્ટર ફૈજુ
- ફૈજુની સાથે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા રુહી સિંહ મુખ્ય ભૂમિકામાં
- વેબ સીરીઝનું શૂટિંગ સપ્ટેમ્બરથી થશે શરૂ
મુંબઈ: ઓલ્ટ બાલાજી અને ઝી 5 ક્લબની એક્શન-થ્રીલર ફ્રેન્ચાઇજી બેંગ બેંગ – સાઉન્ડ ઓફ ક્રાઇમ્સનું ટીઝર હાલમાં જ રિલીઝ થયું છે, જેમાં શોમાં મુખ્ય જોડીની ધમાકેદાર એન્ટ્રી સાથે એક નાની એવી ઝલક શેર કરવામાં આવી હતી. હવે નિર્માતાઓએ એક બીજું ટીઝર રીલીઝ કર્યું છે, જેમાં આખરે શો માટે પસંદ કરવામાં આવેલ કલાકાર સાથે રૂબરૂ કરવામાં આવ્યા છે.
શોના પ્રમુખ ચહેરાઓની શોધમાં, નિર્માતાઓએ દેશભરમાં વર્ચુઅલ ઓડિશન્સનું આયોજન કર્યું હતું. આ ટીઝરમાં આખરે લીડ કાસ્ટનો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં ટિકટોક સ્ટાર ફૈઝલ શેખ ઉર્ફે મિસ્ટર ફૈજુ અને લોકપ્રિય ટિકટોક ફેમ, ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અને એક્ટ્રેસ રૂહી સિંહ નજરે પડે છે.
રૂહી સિંહ અગાઉ કેલેન્ડર ગર્લ્સ અને ઇશ્ક ફોરએવર જેવી ફિલ્મોની સાથે સાથે સ્પોટલાઇટ 2, રન અવે બ્રાઇડ અને એન્ટી ટિકટોક પર સૌથી વધુ ફોલો કરવામાં આવેલ સ્ટાર્સમાંથી એક છે. મિસ્ટર ફૈજુના ટિકટોક ઉપર 13.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા, તે ઇન્સ્ટાગ્રામ પર પણ લોકપ્રિય છે.
આ શોમાં રહસ્ય, સસ્પેન્સ, ઘમાકેદાર એક્શન અને ઘણાં ખોટા રહસ્યો સાથે યુવા નાટકો જોવા મળશે જે એક પછી એક તેના રહસ્ય ખોલશે. અક્ષય બી.પી.સિંહ દ્વારા નિર્મિત અને અભિષેક કપૂર દ્વારા દિગ્દર્શિત બેંગ બેંગનું શૂટિંગ સપ્ટેમ્બરથી ઉદેપુર શહેરમાં શરૂ થશે.
_Devanshi