રામપુરમાં ગુરુવારના રોજ જંગ છેડાઈ ગઈ છે ,સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાનની ઝૌહર યુનિવર્સિટી પર રેડ પાડીને પુછતાછ કરવાના મામલે પાર્ટીના કાર્યકરતાઓએ નારાજગી વ્યક્ત કરી છે અને વિરોધ પ્રદર્શન માટે લોકો એકઠા થઈ રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે અહિયા 10 હજાર જેટલા લોકો જુથ બનાવીને વિરોધ પ્રદર્શન કરવા કરવા જઈ રહ્યા છે.
અન્ય રાજ્યોમાંથી આવી રહેલી બસોની તપાસ પોલીસ દ્વારા કરવામાં વી રહી છે જેના કારણે નેશનલ હેઈવે -24 પર વોહનોની લાંબી કતાર જોવા મળી હતી, રામપુરમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે ,કી પણ વ્યક્તિને રામપુરમાં વવા દેવામાં નહી આવે,અનેક જગ્યાઓ પર સુરક્ષાના ભાગરુપે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે ત્યારે હાઈવે પર પોલીસ ચોકીઓ વધારી દેવામાં આવી છે.
આ મામલાને લઈને રામપુરના એક ડીઓમએ કહ્યું કે આ વિસ્તારમાં કાવળ યાત્રા અને બકરીઈદના કારણે ઘારા 144 લાગુ કરવામાં આવી છે અહિ વધુ પ્રમાણમાં સુરક્ષા ગોઠવવામાં આવી છે અમે કોઈ પમ વ્યક્તિને રામપુરની સીમામાં પ્રવેશ નહી આપીયે અને જો કોઈ પણ વ્યક્તિ કાનુનની વ્યવસ્થાનો ભંગ કરશે તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સમાજવાદી પાર્ટીના પ્રદર્શનને જોતા રામપુરની અનેક જગ્યાઓ બંધ કરવામા આવી છે અને સાથે પોલીસ વધુ સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે
ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં સમાજવાદી પાર્ટીઓના કાર્યકર્તાઓ 10 વાગ્યાના સપાના કાર્યલયમા આવી પહોચ્યા છે ત્યારે આગલી રાત્રે આઝમખાનના પુત્રએ ઘરણા પ્રદર્શન કરીને પોતાના સમર્થકોની સાથે ઝૌહર યુનિવર્સિટીની બહાર ગેટ પર બેસી ગયા હતા, કાનુનની કાર્યવાહીમાં રુકાવટ કરવાના મામલે પોલીસે અબ્દુલ આઝમની ઘરપકડ કરી હતી. ત્યાર બાદ અખિલેશ યાદવે સપાના નેતો અને કાર્યકર્તાઓને રસ્તા પર ઇતરવાના અને આંદોલર કરવાના આદેશ આપ્યા.
ત્યારે આજે રોમપુરમાં મોટી સંખ્યામા પોલીસ તૈનાત કરવામાં આવી છે તો સાથે સાથે સમાજવાદી પાર્ટીના હજારોની સંખ્યામાં લોકો પણ એકઠા થઈ રહ્યા છે પોલીસ કર્મીઓ માટે એક પડકાર છે કારણ કે સમાજવાદી પાર્ટીના કાર્યકરતાઓનું કહેવું છે કે નેતા આઝમખાનને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવે છે જના વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.