Site icon hindi.revoi.in

NIAના ત્રણ અધિકારીઓ પર લાંચ લેવાનો આરોપઃડીઆઈજી રેંકના અધિકારી કરશે તપાસ

Social Share

રાષ્ટ્રીય તપાસ એજન્સી પર લાંચ માંગવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે,એજન્સીના ત્રણ અધિકારીઓ પર ટેરર ફંડિંગ મામલે કેસમાં લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે,આ બાબતે એજન્સીના પ્રવક્તાએ કહ્યું કે ડીઆઈજી રેંકના અધિકારી દ્રારા આ આરોપની તપાસ કરવામાં આવી રહી છે અને આ ત્રણેય અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેથી કેસની નિપક્ષ તપાસ થઈ શકે.

આ વિગત ત્યારે સામે આવી જ્યારે એક ઉદ્યોગપતિએ ફરિયાદ કરી કે એનઆઈએના ત્રણ અધિકારીઓ ફલાહ-એ-ઇન્સાનિયત કેસમાંથી તેનું નામ હટાવવાના મામલે બે કરોડ રૂપિયા ચુકવવાનું દબાણ કરી રહ્યા છે. મુંબઈ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ પણ આતંકવાદી ભંડોળના આ કેસમાં સામેલ છે. ત્રણેય અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

આ મામલે ટિપ્પણી કરતાં એનઆઈએના પ્રવક્તાએ કહ્યું કે, ‘એનઆઈએને આ મામલે ફરિયાદ મળી છે. ડીઆઈજી રેન્કના અધિકારીઓ આ આરોપોની તપાસ કરશે. આ દરમિયાન, ત્રણેય અધિકારીઓની ન્યાયી તપાસ થાય તે માટે તેઓની બદલી કરવામાં આવી છે.

એનઆઈએ કૈડંરમાં ઈન્વોલ એસપી પેહલા પણ કેટલાક કેસોમાં જોડાયેલા હતા,જેમાં સમજોતા એક્સપ્રેસ અને અજમેર શરીફ આતંકી મામલો સામેલ છે,બે બીજા અધિકારિઓમાં એક સહાયક ઉપ નિરિક્ષક અને એક ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ છે જેઓ ને હાલના સમયમાં સીમા સુરક્ષા દળ અને રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો મોકલી આપવામાં આવ્યા છે.


ડીઆઈજી સ્તરના અધિકારીને મામલાની તપાસ માટે નિયૂક્ત કરવામાં આવ્યા છે, એનઆઈએના મહાનિદેશકે એજન્સીની ખરાબ છાપને બચાવવા માટે બદલી કરવાનો આદેશ આપ્યો છે, એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ,એનઆઈએ આ પ્રકારના આક્ષેપોને ગંભીર રીતે જોવે છે,આ કેસને ગુપ્ત રાખવાના કે છૂપાવવાના કોઈ પણ પ્રકારના પ્રયત્ન કરવામાં નથી આવ્યા. સૂત્રોએ જણાવ્યું હતું કે એકવાર તપાસ પૂર્ણ થઈ જાય પછી , ડીજી અને ગૃહ મંત્રાલય આ કેસમાં કાર્યવાહી અંગે નિર્ણય લેશે.

ગુરુગ્રામ ઉદ્યોગપતિએ  એક મહિના પહેલા એનઆઈએને એસપી અને બે જુનિયર અધિકારીઓ વિશે ફરિયાદ કરી હતી. ત્રણેય અધિકારીઓ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઇદ ચલાવેલા ફલાહ-એ-ઇન્સાનિયતની તપાસ કરી રહ્યા હતા.

Exit mobile version