1. Home
  2. revoinews
  3. કોરોના મહામારીઃ મુંબઈમાં લાલબાગ ચા રાજા ગણપતિજીનું આ વર્ષે નહીં થાય સ્થાપન
કોરોના મહામારીઃ મુંબઈમાં લાલબાગ ચા રાજા ગણપતિજીનું આ વર્ષે નહીં થાય સ્થાપન

કોરોના મહામારીઃ મુંબઈમાં લાલબાગ ચા રાજા ગણપતિજીનું આ વર્ષે નહીં થાય સ્થાપન

0

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવની ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી થાય છે. તેમજ મુંબઈમાં લાલબાગ ચા રાજા ગણપતિજીમાં ભક્તોને અખૂટ શ્રદ્ધા છે. જો કે, આ વર્ષે કોરોના મહામારીને પગલે ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાલબાગ ચા રાજા ગણપતિ મંડળે વિઘ્નહર્તાનું સ્થાપન નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં છેલ્લા 86 વર્ષથી સતત લાલબાગ ચા રાજા ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે. એટલું જ નહીં દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વિઘ્નહર્તાના દર્શન કરવા આવે છે. એટલું જ નહીં મુંબઈમાં સૌથી પ્રસિદ્ધ ગણાતા લાલબાગ ચા રાજા ગણપતિ પંડાલમાં અનેક જાણીતી હસ્તીઓ પણ દર્શન કરવા આવે છે. જો કે, આ વર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે લાલબાગ ચા રાજા ગણપતિ પંડાલમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળના જણાવ્યાં અનુસાર આ વખતે 11 દિવસ બ્લડ ડોનેશન અને પ્લાઝમા થેરાપી કેમ્પ યોજાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. એટલું જ નહીં મહારાષ્ટ્રમાં સૌથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. કોરોના વાયરસની મહામારીને પગલે સુપ્રિમ કોર્ટે પુરીની જગન્નાથજીની રથયાત્રાને પણ શરતોને આધીન મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે દેશમાં સૌથી મોટી બીજા નંબરની ગણાતી અમદાવાદની રથયાત્રાને હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.