- વોટ્સએપ તેના યુઝર્સ માટે ત્રણ લેટેસ્ટ ફીચર કરશે લોન્ચ
- આ ફીચર્સને એન્ડ્રોઇડ બીટા વર્ઝન પર કરવામાં આવ્યા સ્પોટ
- વોટ્સએપે એન્ડ્રોયડ બીટા વર્ઝન પર 138 નવા ઇમોજી કર્યા રજૂ
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ છેલ્લા ઘણા સમયથી ઘણા ફીચર્સ પર કામ કરી રહ્યું છે, જે હાલના એન્ડ્રોઇડ બીટા વર્ઝન પર સ્પોટ કરવામાં આવ્યા છે. આમાં બિઝનેસ એકાઉન્ટ માટે કેટલોગ શોર્ટકટ, વોટ્સએપ ડૂડલ અને કોલ બટન શામેલ છે. હાલમાં આ ફીચર્સના લોન્ચિંગને લઈને કોઈ માહિતી મળી નથી. અપેક્ષા રાખવામાં આવે છે કે કંપની ટૂંક સમયમાં યુઝર્સ માટે આ ત્રણ લેટેસ્ટ ફીચર રજૂ કરશે.
WABetaInfo ની રીપોર્ટ મુજબ, આગામી કેટલોગ શોર્ટકટ, વોટ્સએપ ડૂડલ અને કોલ બટનને લેટેસ્ટ એન્ડ્રોયડ બીટા વર્ઝન 2.20.200.3 પર મળી આવ્યું છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે કોલ બટનની બાજુમાં કેટલોગ બટન જોડવામાં આવ્યું છે.
વોટ્સએપનું કોલ બટન
વોટ્સએપના પ્લેટફોર્મ પર કોલ બટન આવતાની સાથે યુઝર્સ સરળતાથી વીડિયો અને વોઇસ કોલ કરી શકશે. યુઝર્સને કોલ કરવા માટે ફક્ત આ જ બટનને એકવાર ટેપ કરવું પડશે. હાલમાં, આ બટન પર કામ ચાલી રહ્યું છે. વર્તમાનમાં વોટ્સએપના પ્લેટફોર્મ પર વીડિયો અને વોઇસ કોલ માટે જુદા જુદા બટનો આપવામાં આવ્યા છે.
ટૂંક સમયમાં વોટ્સએપ પર આવી રહ્યા છે અન્ય ફીચર
વોટ્સએપ મલ્ટી ડિવાઇસ ફીચર
વોટ્સએપ ટૂંક સમયમાં તેના યુઝર્સ માટે એક નવું ફીચર રજૂ કરશે, જેને મલ્ટિ-ડિવાઇસ ફિચર નામ આપવામાં આવ્યું છે. આ ફીચરના માધ્યમથી યુઝર્સ ચાર જુદા જુદા હેન્ડસેટ્સમાં એકાઉન્ટ ચલાવવા માટે સક્ષમ હશે. જો કે, ડેટાને સિંક કરવા માટે Wi-Fi નો ઉપયોગ કરવો પડશે.આ ફીચરનો ખુલાસો વેબ બીટા ઈંફો એ કર્યો હતો.
વોટ્સએપ ઇમોજીસ
વોટ્સએપે હાલમાં જ લેટેસ્ટ એન્ડ્રોયડ બીટા વર્ઝન પર 138 નવા ઇમોજી રજૂ કર્યા છે. આમાં શેફ, કિસાન અને પેન્ટરની ઇમોજી શામેલ છે. જો કે, કંપનીએ સ્ટેબલ વર્ઝન માટે હજી સુધી આ ઇમોજી લોન્ચ કર્યા નથી.
Expiring messages
વોટ્સએપ તેના લેટેસ્ટ ફીચર Expiring messages નું ટેસ્ટીંગ કરી રહ્યું છે. આ ફીચર વોટ્સએપ એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.20.197.4 પર સ્પોટ કરવામાં આવ્યું છે. યુઝર્સ આ ફીચર દ્વારા સાત દિવસ પછી પણ મોકલેલા મેસેજને ઓટો – ડીલીટ કરી શકે છે. અગાઉ આ ફીચરને ડિલિટ મેસેજના નામ હેઠળ એન્ડ્રોઇડ બીટા પ્લેટફોર્મ પર સ્પોટ કરવામાં આવ્યું હતું.
દેવાંશી-