
- સુશાંત કેસમાં ઉમેરાયું નવું નામ
- પોલીસે સંજયલીલા ભણસાલી સામે સમન પાઠવ્યું
- સુશાંત કેસમાં બોલિવૂડના કેટલાક સ્ટાર્સના નામોનો ઉલ્લેખ
- બોલિવૂડમાં નેપોટિઝ્મ પર બવાલ
બોલિવૂડ અભિનેતા સુંશાંતસિંહની આત્મહત્યાને લઈને અનેક લોકોના મનમાં સવાલ છે,ત્યારે બોલિવૂડના જ કેટલાક મોટા નામો સામે પણ કેસ દાખલ કરાયો છે,સુશાંતએ આત્મહત્યા નથી કરી તેનું મર્ડર કરવામાં આવ્યું છે આમ લોકોનું માનવું છે,અને બોલિવૂડમાં તે નેપોટિઝ્મનો શિકાર બન્યો છે,જેને લઈને કરણ જોહર,આલિયા ભટ્ટ,મહેશ ભટ્ટ અને એકતા કપુર જેવા નામાંકિત ચહેરાઓને સોશિયલ મીડિયામાં લોકો ટ્રોલ કરી રહ્યા છે.
ત્યારે હવે સુશાંતના કેસમાં મુંબઈ પોલીસે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી તથા યશરાજ ફિલ્મ્સ કાસ્ટિંગના ડિરેક્ટર એવા શાનુ શર્માને પૂછપરછ કરવા માટેનું સમન આપ્યું છે. સંજયલીલા ભણસાલીને આ કેસમાં પ્રથમ વખત પૂછપરછ કરવામાં આવશે,તો સાથે શાનું શર્માની બીજી વખત આ કેસમાં પૂછપરછ કરાશે,મળતી માહિતી પ્રમાણે આ સાથે જ બીજા સ્ટાર જેવા કે કંગના રનૌત,શેખર કપુરને આ કેસમાં નિવેદન લેવા માટે બોલાવવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે કંગનાએ એક વીડિયો શેર કરીને ખુલ્લે આમ કેટલાક સિતારાઓના નામ જાહેર કર્યા હતા જેને લઈને કંગનાને પણ બોલાવવામાં આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે
વિતેલી 14 જુનના રોજ સુશાંતએ પોતાના મુંબઈના ફ્લેટમાં ગળે ફઆંસો લગાવીને પોતાના જીવનનો અંત કર્યો હતો,ત્યાર બાદ તેમના મોતને લઈને અનેક અટકળો આવી રહી છે,છેલ્લા કેટલાક મહિનાઓથી સુંશાંત ડિપ્રેશનમાં હતો તેવી ખબરો પણ વહેતી થઈ હતી,જો કે બોલિવૂડ જગતના જ લોકોએ તે વાતનો ઉલ્લેખ કર્યો છે કે, સુશાંતની હત્યા થઈ છે આત્મહત્યા નહી,તે નેપોટિઝ્મનો શિકાર બન્યો છે,આ તમામ બાબતોથી વિશેષ એ કે એક વકિલ દ્રારા બોલિવૂડના નામાંકિત ચહેરાઓ સામે ફરીયાદ પણ દાખલ કરાઈ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે,સુશાંતને પહેલા રામ-લીલા’ તથા ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફેમસ થયેલી ફિલ્મની ઓફર સંજયલીલા ભણસાલીએ કરી હતી,‘રામ-લીલા’ ફિલ્મના સમયે સુશાંત યશરાજ બેનર સાથે સંકળાયેલ હતો અટેલે તેણે ફિલ્મ સાઈન કરી નહોતી. ‘બાજીવર મસ્તાની’સમયે સુશાંત યશરાજ બેનરની ફિલ્મ ‘પાની’માં વ્યસ્ત હતો જેથી તેણે આ સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’ને પણ નહોતી સ્વીકારી.
તઉલ્લેખનીય છે કે, સુશાંતે ‘પાની’ ફિલ્મ માટે કેટલાક મહિનાઓથી ટ્રેનિંગ લઈ રહ્યો હતો, એટલે આ કારણો સર હવે પોસીલ સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરવા માગે છે કે શા માટે સુશાંતએ આ ફિલમ નહોતી કરી,આ બાબતને લઈને તેમની પૂછપરછ કરવામાં આવી શકે છે.સુશાંત કેસને લઈને છેલ્લા 15 દિવસોથી અવનાવા નામો સામે આવી રહ્યા છે.
ત્યારે આ બાબતે શંખર કપુરે પણ ટ્વિટ કર્યું હતું અને સુશાંત વિશે કહ્યું હતું કે,”મને ખબર છે કેટલાક મહિનાઓથી તુ દુખમાં છે,મને એ વાતનો ખ્યાલ છે કે,લોકોએ તને ખુબ હદ સુધી નિરાશ કર્યો છે,તું મારા સામે રડ્યો હતો” આ કરેલા ટ્વિટના કારણે જ પોલસીસ શંખપ કપુરનું નિવેદન પણ આ કેસમનાં લઈ શકે છે.
સાહીન-