Site icon hindi.revoi.in

આ છે દેશનું ચોથા નંબરનું સૌથી ઘનવાન મંદિર,દરવર્ષે આવે છે 2500 કરોડનું દાન- જાણીએ ક્યા આવેલું છે આ મંદિર અને શું છે તેની વિશેષતાઓ

Social Share

ભારત દેશનું બૂજુ નામ છે હિન્દુસ્તાન ને હિન્દુસ્તાનના અર્થમાં જ છુપાયેલું છે કે હિન્દુઓનું સ્થાન જ્યા હિન્દુ સંસ્કૃતિનો વારસો જે પણ જળવાય રહ્યો છે,દેશના કોઈ પણ ખુણામાં તમે જાવ તો તમને ઘાર્મિક સ્થાનનો મળી જ રહે,શ્રધ્ધાળુંઓ માટે હિન્દુસ્તાનમાં અનેક તીર્થસ્થાનો આવેલા છે હજારોની સંખ્યામાં મંદિરો આવેલા છે જે હિન્દુસ્તાનની સંસકૃતિને જાળવી રાખે છે

દેશભરના સૌથી ઘનવાન મંદિરોમાં ચોથા નંબર પર કેરલના ત્રિસુર જીલ્લામાં આવેલું ગુરુવાયૂર મંદિરનો સમોવેશ થાય છે,આ જ મંદિર છે જ્યા તાજેતરમાં જ દેશના પ્રધાનમંત્રી પૂજા કરવા માટે આવ્યા હતા,આ મંદિરની ધણી માન્યતાઓ છે,તો ચાલો આજે તમને જણાવી દઈકે કે દર વર્ષે  મંદિરની પેટીમાં કેટલું દાન આવે છે.

 મંદિરની કુલ સંપત્તિ 2500 કરોડ રુપિયાની છે,આ મંદિરને કેરલ હાઈ કોર્ટની નજર હેઠળ સરકાર તરફથી ગઠીત સંસ્થાન શ્રી ગુરુવાયૂર દેવાસ્યમ તરફથી સંચાલિત કરવામાં આવી રહ્યું છે, મંદિરમાં માત્ર હિન્દુ શ્રધ્ધાળુંઓ જ પૂજા અર્ચના કરી શકે છે.

ગુરુવાયૂર મંદિરના પ્રમુખ દેવતા વિષ્ણુંને માનવામાં આવે છે, મંદિરમાં તેમનો અવતાર શ્રીકૃષ્ણના બાળસ્વરુપની પૂજા કરવામાં આવે છે,અહિયા શ્રી કૃષ્ણના બાળસ્વરુપને ગુરુવાયૂરપ્પન કહેવામાં આવે છે,આ મંદિરની વેબસાઈટ મુજબ અહિ ગુરુવાયૂરપ્પનના ગળામાં પવિત્ર તુલસીની માળા અને કિંમતી મોતિઓનો હાર છે. કહેવામાં આવે છે કે આ મંદિર હજારો વર્ષ જૂનું છે. મંદિરની વેબસાઇટ મુજબ ઈસ 1716 માં, ડચ આક્રમણકારોએ તિજોરીની લૂંટ ચલાવીને મંદિરને આગ ચાંપી દીધી હતી. ઈસ પૂર્વે 1747મા ફરીથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતુ, ત્યાર બાદ હૈદર અલીએ ઈસ. 1766 મા કાલિકટ અને ગુરુવાયૂર શહેર પર કબજો કર્યો હતો.

આ મંદિરની વેબસાઇટ પ્રમાણે ઈસ 1789મા હેદર અલીના પુત્ર અને વારસદાર ટીપુ સુલતાનને કમાન સંભાળ્યા પછી, મંદિરની મૂર્તિઓને નુકસાન થવાના જોખમને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રતિમા જમીનની નીચે સંતાડવામાં આવી  હતી. તે જ સમયે શોભાયાત્રાની મૂર્તિને અંબાલાપુઝા લઈ જવામાં આવી હતી.ટીપુએ કાલ મંદિરમાં ગ લગાવી હતી પરંતુ વરસાદે  મંદિરને બચાવી લીધુ હતુ,અંગ્રેજો તરફથી ટીપુને ભગાડ્યા પછી બંને દેવ-દેવીઓની ફરીથી આ મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી.

અહિયા તુલાભારામનો રિવાઝ ખુબજ લોકપ્રિય છે,તુલાભારમને તુલાદાન,તુલા પુરુષ પણ કહેવામાં આવે છે,આ પરંપરા હિન્દુ ઘર્મના પ્રાચીન અનુષ્ઠાનોમાંથી એક છે, જેમાં શ્રધ્ધાળુંઓના વજન બરાબર વસ્તુંઓ જેમકે ,સોનું,અનાજ,ફુલ જેવી અનેક વસ્તુંઓ તોલવામાં આવે છે,ત્યાર બાદ  વસ્તોનું દાન આપવામાં આવે છે,આ ધાર્મિક વિધિ ‘ષોડશ મહાદાન’ માંની એક છે. પુરાણોમાં દાનની 16 પ્રકારની પદ્ધતિઓનો ઉલ્લેખ છે, જેમાંથી એક ‘તુલાભારમ’ પણ છે.

ગુરુવાયૂર મંદિરમાં ભગવાન ગુરુવાયૂરપ્પનની પૂજા કરવામાં આવે છે,તેમને ભગવાન વિષ્ણુનું જ એક રુપ માનવામાં આવે છે,તેજ કારણોસર  મંદિરમાં ગુરુવાયૂર શ્રીકૃષ્ણ મંદિર પણ કહેવામાં આવે છે, કેરલના આ પવિત્ર પાવન સ્થાનને દક્ષઇણ ભારતનું દ્રારકા કહેવામાં આવે છે.આ મંદિરની બીજી એક ખાસ વિશેષતા એ છે કે,અહિ શ્રધ્ધાળુંઓ માટે એક ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો છે, અહિ આવનારા ભક્તોએ  એક ખાસ પોષાક પહેરવો પડે છે જ્યારે નાના બાળકોને વેષ્ટી પહેરાવામાં આવે છે,તે સિવાય મહિલાઓને માત્ર સલવાર શૂટ અને સાડીમાંજ પ્રવેશ કરવા દેવામાં આવે છે.

Exit mobile version