1. Home
  2. revoinews
  3. આ છે તુલસી-લીમડામાંથી બનાવેલા એન્ટી બેક્ટેરિયલ માસ્ક, 50 વખત વોશ કર્યા બાદ પણ ગુણધર્મ જળવાઈ રહેશે
આ છે તુલસી-લીમડામાંથી બનાવેલા એન્ટી બેક્ટેરિયલ માસ્ક, 50 વખત વોશ કર્યા બાદ પણ ગુણધર્મ જળવાઈ રહેશે

આ છે તુલસી-લીમડામાંથી બનાવેલા એન્ટી બેક્ટેરિયલ માસ્ક, 50 વખત વોશ કર્યા બાદ પણ ગુણધર્મ જળવાઈ રહેશે

0
  • માસ્ક બનાવવા કરવામાં આવ્યો આયુર્વેદિક પ્રયોગ
  • MS યુનિવર્સિટીના પ્રોફેસરે બનાવ્યા તુલસી-લીમડાનાં એન્ટી બેક્ટેરિયલ માસ્ક
  • કોરોના, બેક્ટેરિયા, ફંગસ સામે આપે છે રક્ષણ

તમે અત્યાર સુધી કાપડના કે પ્લાસ્ટિકના માસ્ક જોયા અને પહેર્યા હશે, પરંતુ શું તમે લીમડા અને તુલસી માંથી બનેલા એન્ટી બેક્ટેરિયલ માસ્ક જોયા છે? ચોંકી ગયાને? પરંતુ આ હકીકત છે. ગુજરાતની એમ.એસ. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના પ્રોફેસરે તુલસી, લીમડો અને મંજિષ્ઠાનો ઉપયોગ કરી એન્ટી બેક્ટેરિયલ માસ્ક બનાવ્યા છે.

કોરોના વાઈરસ, બેક્ટેરિયા, ફંગસ અને સ્કિન એલર્જીથી શરીરને બચાવવા માટે MS યુનિવર્સિટીના પ્રોફેસર એ તુલસી, લીમડો, અરડુસી અને મંજિષ્ઠા નો ઉપયોગ કરીને અત્યાર સુધી 200 થી 300 એન્ટી બેક્ટેરિયલ માસ્ક બનાવ્યા છે. આ માસ્કને તેઓએ ટેકનોલોજી ફેકલ્ટી, તેમની સોસાયટી અને સુરતની હોસ્પિટલમાં આપ્યા છે.

કેવી રીતે બનાવ્યા આ માસ્ક?
ટેકનોલોજી ફેકલ્ટીના ટેક્સટાઈલ કેમેસ્ટ્રિવિભાગના પ્રો.ભરત પટેલે કહ્યું કે વર્ષ 2014માં મેંે અને મારા વિદ્યાર્થી એમ.ઝેડ.છાનીવાલાએ તુલસીના રસમાંથી કોપર અને સિલ્વરના નેનો પાર્ટિકલ બનાવી તેનો ઉપયોગ કોટનના કાપડમાં કર્યો હતો.

જો કે આ કાપડ એન્ટિ બેક્ટેરિયલ છે કે નહીં તેનો ટેસ્ટ કર્યો નહોતો. પરંતુ કોરોના વાઈરસને કારણે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મેં તુલસીના રસમાંથી તૈયાર થયેલા કોપર અને સિલ્વર નેનો પાર્ટિકલયુક્ત 10 મીટર કાપડ બનાવ્યું હતું.

આ કાપડ કોઈમ્બતુરની ‘ધ સાઉથ ઈન્ડિયા ટેક્સટાઈલ રિસર્ચ એસો.’ અને સુરતની લીલાબા લેબમાં મોકલી આપ્યું હતું. બંને લેબોરેટરીમાં કાપડ એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી વાઈરલ છે કે નહીં તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ કર્યા પછી ખબર પડી કે આ કાપડને 50 વખત વોશ કરો તો પણ તેમાં આ ત્રણેય ગુણધર્મ જળવાઈ રહે છે.

તુલસી, અરડૂસી, કડવો લીમડો અને મંજિષ્ઠાના મૂળ આ ચારેય બેક્ટેરિયા, ફંગસ અને વાઈરસને ડિકમ્પોઝ કરવાની ક્ષમતા ધરાવે છે તેમજ ઘરની આસપાસ સરળતાથી મળી રહેતા હોવાથી તેનો ઉપયોગ કરી કેમિકલ પ્રોસેસની મદદથી એક લિક્વિડ બનાવ્યું હતું. જેમાં કોટનનું કાપડ ડૂબાડીને વિવિધ પ્રોસેસ કર્યા બાદ લગભગ 25થી 30 મીટર એન્ટિ બેક્ટેરિયલ કાપડ તૈયાર કર્યું હતું. જેમાંથી 300 જેટલા માસ્ક બન્યા હતા. ફેકલ્ટી બંધ હોવાથી મારા ઘરે જ આ પ્રોસેસ કરી રહ્યો છું.

પીપીઈ કિટના બદલે આ કાપડનો ઉપયોગ થઈ શકે છે

પ્રો.ભરતે કહ્યું કે કોરોનાના દર્દીની સારવાર કરતા હોસ્પિટલના સ્ટાફને ફરજિયાત પીપીઈ કિટ પહેરવી જ પડે છે. ગરમીમાં આ કિટ પહેરવાથી ખૂબ પરસેવો વળે અને અકળામણ થાય છે. કિટને ઉતાર્યા પછી તેનો બીજીવાર ઉપયોગ પણ થઈ શક્તો નથી. જ્યારે બાયોસિન્થેસાઈઝડ કોપર અને સિલ્વર નેનો પાર્ટિકલનો ઉપયોગ કરી બનાવેલા આ કાપડમાંથી પીપીઈ કિટ તેમજ માસ્ક તૈયાર થાય તો સ્કીન એલર્જી સામે રક્ષણ મળે છે અને હાનિકારક બેક્ટેરિયા અને વાઈરસને શરીરમાં આવતા પહેલા ડિકમ્પોઝ કરી નાંખે છે. આ કાપડમાંથી હોસ્પિટલની બેડશીટ, પડદા વગેરે પણ બનાવી શકાય છે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.