- કાજુ સોથી લોકપ્રિય ડ્રાય ફ્રૂટ્ છે
- મીઠાઈ અને શાકભાજીની ગ્રેવીને બનાવે છે સ્વાદિષ્ટ
- કાજુનું સેવન હૃદય માટે ખાસ ફાયદાકારક છે
ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકા મેવાનું સેવન કરવું તમામ લોકોને ઘણુ પસંદ હોય છે. તેમાનું એક મેવો છે કાજુ. કાજુ સોથી લોકપ્રિય ડ્રાય ફ્રૂટ્ છે. કાજુનો ઉપયોગ મીઠાઈ અને શાકભાજીની ગ્રેવીને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. કાજુમાંથી બનેલી બર્ફીને મોટાભાગના લોકો ખૂબ જ પસંદ કરે છે. સ્વાદની સાથે સાથે આ ડ્રાયફ્રૂટ તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ ઉપયોગી છે. કાજુ શરીરને અનેક રીતે આરોગ્ય લાભ આપે છે. કાજુનું સેવન હૃદય માટે ખાસ ફાયદાકારક છે. કાજુમાં કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ ઓછું છે અને તેમાં હાજર એન્ટીઓકિસડન્ટો હૃદયરોગને દૂર રાખે છે. તો ચાલો આપણે કાજુ ખાવાનાં ચોક્કસ ફાયદા જાણીએ…
કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદરૂપ
કાજુ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. તેમાં પ્રોટીન વધારે હોય છે અને તે ઝડપથી પચે છે. કાજુને આયર્નનો સારો સ્રોત માનવામાં આવે છે, તેથી તમે ખૂનની કમીને દૂર કરવા માટે તેને ખાઈ શકો છો.
શરીરમાં ઉર્જા જાળવી રાખે છે
કાજુને ઊર્જાનો સારો સ્રોત માનવામાં આવે છે. તેને ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થતું નથી, પરંતુ તે વધારે માત્રામાં પણ ન ખાવું જોઈએ. જો તમારો મૂડ બિનજરૂરી રીતે ખરાબ થઈ જાય છે તો 2-3 કાજુ ખાવાથી તમને આ સમસ્યામાં રાહત મળે છે.
હૃદય માટે ફાયદાકારક
કાજુ હૃદયના ધબકારા માટે સારા છે. કાજુમાં કોપરની વિપુલતા આયર્ન મેટાબોલિઝ્મમાં મદદ કરે છે, જે અનિયમિત ધબકારાને રોકે છે. કાજુમાં વિટામિન-ઇ નું સાપેક્ષ પ્રમાણ હોય છે, જેમાં ધમનીઓમાં પ્લાકના નિર્માણને અટકાવવા અને લોહીનો પ્રવાહ ઘટાડવાની ક્ષમતા હોય છે.
હાડકાં મજબૂત બનાવે છે
કાજુમાં પ્રોટીન વધુ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. કાજુમાં હાજર મોનો સેંચ્યુરેટેડ ફેટ હૃદયને સ્વસ્થ રાખે છે અને હૃદયરોગનું જોખમ ઘટાડે છે.
પાચક શક્તિને મજબૂત બનાવે છે
કાજુમાં રહેલું એન્ટી ઓક્સિડેન્ટ પાચક શક્તિને મજબૂત રાખે છે અને વજન સંતુલિત પણ રાખે છે.
_Devanshi