આઝમ ખાનને મુલાયમ સિંહનો ટેકો
અત્યાચાર વિરુદ્ધ કરશે આંદોલન
આઝમના બચાવમાં મુલાયમ સિંહ આગળ આવ્યા
પાર્ટીના કાર્યકર્તાઓને આંદોલનમાં જોડાવાની અપીલ કરી
ભંડોળ ભેગુ કરીને જોહર યૂનિવર્સિટીની રચના કરી હતી
આઝમ ખાન પર જુઠા આરોપો લગાવાયા છે
સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ તેમની પાર્ટીના નેતા આઝમ ખાનના બચાવમાં આગળ આવ્યા છે. મુલાયમ સિંહએ મંગળવારે કહ્યું કે આઝમ સામે ખોટી રીતે કેસ નોંધવામાં આવ્યા છે. તેના પર બેબુનિયાદ જમીન પડાવવાના આરોપો લગાવવામાં આવ્યા છે,આઝમ ખાને ગરીબો માટે લડાઈ લડી છે. ભંડોળના રુપિયાથી જોહર યુનિવર્સિટીની રચના કરવામાં આવી હતી,જેમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અમે આઝમ ખાનની આ કાર્યવાહી સામે સમગ્ર રાજ્યમાં આંદોલન શરૂ કરીશું અને આઝમ ખાનના સપોર્ટમાં આવીશું.
મુલાયમસિંહ યાદવે કહ્યું કે આઝમ ખાન વિશે બધા જાણે છે. તે ગરીબ પરિવારમાંથી છે તેમણે કોઈની પાસેથી પૈસા લીધા ન હતા. કંઇ ખોટું કાર્ય પણ કર્યું નથી. બધા પત્રકાર મિત્રો આઝમ વિશે સંપૂર્ણ સત્ય જાણે છે. તેમણે કહ્યું કે ભાજપના કેટલાક નેતાઓ એમ પણ કહી રહ્યા છે કે આ બરાબર થઈ રહ્યું નથી અને તેનાથી આપણા પક્ષને નુકસાન થશે.
લખનઉમાં આયોજીત પ્રેસ કન્ફરન્સમાં મુલાયમ સિંહ યાદવે કહ્યું કે, જો જરૂરત પડશે તો અમે પ્રધાન મંત્રીને પણ મળીશું,આઝમ ખાન સાથે અત્યાચાર થઈ રહ્યો છે માટે તેની સાથે ઊભા રહેવું અને તેનો વિરોધ કરવો ખુબ જરૂરી છે,પરંતુ હાલ અમે ચોક્કસ નહી કહી શકીયે કે પ્રધાન મંત્રીને મળીશું કે નહી.
મુલાયમ સિંહે કહ્યું કે ,આઝમે ભંડોળ ભેગુ કરીને અને દેશી વિદેશી મિત્રો પાસે પૈસા એકઠા કરીને યૂનિવર્સિટીની રચના કરી હતી,તેમણે પોતાની મહેનતથી યૂનિવર્સિટી બનાવી હતી,પોતાનો ફંડ પણ તેમણે આ કાર્યમાં લગાવ્યો હતો,સેંકડો વિધા જમીન ખરીદનાર ક્યારેય 1-2 વિધા જમની માટે ગડબડ ના જ કરી શકે,માત્ર 1 -2 વિધા જમીન માટે તેમના ડરઝન કેસ ઠોપવામાં આવ્યા છે .જે ખોટી વાત છે.
સમાજ વાદી પાર્ચટીના નેતા એ ક્હયુ કે ,આઝમ ખાનના વિરુધ ઝાલીમ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે,તેમના સામે ચોરી અને ડકેતીની ફરિયાદો કરવામાં આવી છે,મે આઝમ ખાનના પક્ષમાં હંમેશા ઊભા રહીશુ,અનેક કાર્યકર્તાઓને અપીલ છે કે તેઓ પમ આ આંદોલનમાં અમારી સાથે જોડાય,હું પોતે પણ આ આંદોલનનો ભાગ બનીશ.