કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજના રજુ થયેલા બજેટમાં ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ભારે છૂટછાટ આપી છે. ભારત સરકારે દેશને પ્રદૂષણ મુક્ત કરવા માટે ઈલેક્ટ્રિક કાર , ઈલેક્ટ્રિક ટૂ વ્હિલર પર 12 ટકા GST દર હતો જે હવે ઘટાડીને માત્ર 5 ટકા લગાવ્યો છે ઉપરાંત ઇ-કાર રજીસ્ટ્રેશન ફીમાં બિલકુલ છૂટ આપી છે હવે થી ઇ-કાર રજીસ્ટ્રેશન ફી લોકો પાસે લેવામાં આવશે નહી.
ભારત સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરવા માટે એક મોટો નિર્ણ લીધો છે જેને પગલે લોકો ઈલેક્ટ્રિક વાહન સરળતાથી ખરીદી શકે અને ઈલેક્ટ્રિક વાહનથી ભારતને પ્રદૂષમ મુક્ત કરી શકે. અટલુ જ નહી પરંતુ સાથે સાથે આ બજેટમા નાણામંત્રીએ ઈલેક્ટ્રિક વાહન પાછળ 10,000 કરોડનું બજેટ પણ ફાળવ્યું છે ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવ અને પેટ્રોલિયમ ઇંધણ પર વધતી નિર્ભરતાને ઓછી કરવા માટે સરકાર પણ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. નીતી આયોગે એક મેપ તૈયાર કર્યો છે જેમાં 2030માં ફક્ત ઇલેક્ટ્રિક વાહન વેચવાની યોજના દર્શાવી છે.
ભારત સરકારની આ યોજના 2023થી બધા ટૂવ્હિલર અને થ્રી વ્હિલર વાહનોને વિજળીથી ચલાવવાની છે તમામ કોમર્શિયલ વાહનો ઇલેક્ટ્રિક હોવા જોઇએ તેવું સરકારનું કહેવું છે. મળતી માહિતી મુજબ ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સના દર ઓછા થતાં ભારત આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે સરળ સાબિત થશે.
નાણામંત્રી સીતારમણે કહ્યું કે એફએમઇ 2 યોજનાનો ઉદ્દેશ્ય છે કે ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી દેશની જનતા સુધી પહોચાડે અને જનતા પણ તેનો સરળતાથી સ્વીકાર કરે. ભારત સરકારના તમામ પ્રયાસને જોતા લાગે છે કે ભારત દેશ જલ્દી પ્રદષણ મૂક્ત બનશે પણ હવે એ વાત તો આવનારો સમય બતાવશે કે દેશની જનતા ઇલેક્ટ્રિક વાહનને કેટલા અંશે પસંદ કરશે અને જીવન જરુરિયાતમાં તેનો કેટલો ઉપયોગ કરશે.