Site icon hindi.revoi.in

વાયુસેનાના પ્રમુખે કહ્યું – ચીન સાથે યુદ્ધની સ્થિતિ નથી પરંતુ શાંતિની સ્થિતિ પણ નથી જ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

ચીન અને ભઆરત વચ્ચે સતત તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ઉત્તર સીમા પર વધતી તણાવની સ્થિતિને લઈને ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે, અંહી વર્તમાન સુરક્ષાના દ્રશ્યો અસહજ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, અંહી હાલ ન તો યુદ્ધ કરવા જેવી પરિસ્થિતિ જોઈ શકાય છે કે નથી શઆંતિની સ્થિતિ જોઈ શકાતી.

ઉલ્લેખનિય છે કે, ફ્રાંસ તરફથી ભારતને 5 રાફેલ જેટ આપવામાં આવ્યા છે જેના થકી ભારતીય વાયુલેનાની તાકાતમાં વધારો થયો છે ત્યારે તેમણે રાફેલ લડાકૂ જેટને વાયુસેનામાંમ સમાવેશ કરવાની મહત્વતાને દર્શાવીને કહ્યું કે,ચિનૂક ,અપાચે અને અન્ય વિમાનોના કાફલા સાથે રાફેલ લડાકૂ વિમાનના વાયુસેનામાં સામેલ થવાથી ખુબ જ મજબુત રણનીતિ ક્ષમતા પ્રાપ્ત થયેલી આપણે જોઆ શકીએ છીએ.

વાયુસેનાના પ્રમુખે વધુમાં જણાવ્યું કે, અમારા સુરક્ષા દળો કોઈ પણ સંભવિત પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે,વાયુસેના  કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે,તેમણે કહ્યું કે,આવનારા સમયમાં થનારી કોઈ પણ આપદામાં વાયુશક્તિ આપણી જીતમાં મહત્વનો ભાગ ભજવશે.

સાહીન-

 

 

Exit mobile version