Site icon Revoi.in

દરરોજ લીંબુ પાણી પીવાથી થાય છે અનેક પ્રકારના ફાયદાઓ – લીંબુ એન્ટિસેપ્ટિકનો ગુણ ધરાવે છે

Social Share

આમ તો સામાન્ય રીતે ગરમી હોય ત્યારે લીબું પાણી પીવાની આપણાને જરુર પડતી હોય છે પરંતું આ કોરોના કાળમાં પણ લીબું પાણી પીવું આપણા માટે ખુબ હિતાહવ છે,જેના કારણે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને કોરોના જેવા વાયરસ સામે લડવામાં તાકાત મળી રહી છે.

લીંબુ કુદરતી શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં રહેલા અનેક તત્વો શરીરને એનર્જેટીક બનાવે છે. હેલ્થ માટે ફાયદાકારક લીંબુમાં વિટામિન સી, વિટામિન બી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રે઼ડ જેવા અનેક તત્વો પણ સમાયેલા છે. આ ઉપરાંત લીંબુ ચહેરાથી માંડીને પગના નખ સુધીના તમામ રોગોને મટાડવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

સામાન્ય રીતે દરેક પરિસ્થિતિમાં લીંબુ પાણી શરીર માટે ઘણું જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો સમાયેલા હોય છે જેના કારણે શરીર સ્વસ્થ અને તાજગીભર્યું બની રહે છે અને એક નવી એનર્જી મળી રહે છે.

લીંબુ પોતે જ એન્ટિસેપ્ટિક છે અને કુદરતી દવાનો સ્ત્રોત છે. જેથી જ્યારે પણ તાવ જેવી સામાન્ય બીમારી ઉભી થાય છે ત્યારે લીંબુ પાણી પીવાની તબીબો સલાહ આપે છે કે લીંબુમાં બીમારીને દૂર કરવાની કુદરતી શક્તિ છે.

જો દરરોજ સવારે ભૂખ્યા પેટે લીંબુ પાણી પીવામાં આવે તો શરીરને ઘણો ફઆયદો થાય છે, આપણું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ મજબૂત બને છે. આ ઉપરાંત સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી અનેક બિમારી જે શરીરમાં રહેલી હોય છે તેનો સંપૂર્ણ નાશ કરી શકાય છે.

લીબું પાણી આમ તો આપણી સ્કિન માટે પણ ખુબ જ ફાયદા કારક હોય છે,લીબું પાણીનું સેવન કરવાથી ત્વાચા ચતમકી ઉઠે છે,ચહેરા પરના ડાધ પણ દુર થઈ જાય છે,ઘણા કિસ્સામાં તો ચહેરા પર પડતી કરચલીઓને મટાડી શકાય છે

આપણે જાણીએ છીએ તે રીતે લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ખુબ જ પ્રમાણમાં રહેલું હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. જે પાચન તંર્ને મજબુત બનાવે છે અને રોગ પ્રતિકારક શક્તિમાંપણ વધારો કરે છે.આ સાથે જ જેને એસિડિટીની સમસ્યા હોય છે તેને તેમાંથી છૂટકારો મળે છે

શરીરની તાજગી માટે લીંબુ પાણી રામબાણ ઈલાજ સાબિત છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીરમાં તાજગી તો આવે જ છે પરંતપ સાથે સાથે લીંબુ પાણીથી મૂડ પણ સારો બને છે,આ સાથે જ વધતા વજનથી પરેશાન લોકોએ લીંબુ પાણીનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. કારણ કે લીંબુમાં રહેલા પેક્ટિન ફાઈબર શરીરને ભૂખનો અુનુભવ થવા દેતા નથી. જેના કારણે ઓછી ભૂખથી વયક્તિ વધારે પડતું વધારાનું જમી શકતો નથી અને વજન નિયંત્રણ રાખવામાં મદદ મળી રહે છે.

લીબું આપણી આપણે દિવસ દરમિયાન ગમે ત્યારે પી શકીએ છીએ,ખાસ સવારે ગરમ પાણીમાં નીબું નાખીને પીવાથી વધુ ફાયદોસ થાય છે.ત્યાર બાદ જમ્યા પછી પણ લીબું પાણી શકાય છે,લીબું પાણી પીવા માટેનો આમ તો ખાસ સમય સવારનો છે, ખાલી પેટે ગરમ પાણી સાથે લીબું નાખીને પીવાનો ફાયદો વધુ હોય છે.

સાહીન-