- જાંબુ ખૂબ લાભદાયક ફળ છે
- આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વથી ભરપૂર
- જાંબુનું સેવન કરવાથી શરીરમાં ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત બનાવે છે
જાંબુ એક મોસમી ફળ છે જે ન માત્ર દેખાવમાં સુંદર હોય છે, પરંતુ ખાવામાં પણ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ મળી આવે છે. જેમાં પ્રાકૃતિક રૂપથી એન્ટી ઓક્સીડેંટ હોય છે જે શરીરના સોજાને ખતમ કરવામાં મદદગાર સાબિત થાય છે.
જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલીન અને ફોલીક એસિડ હોય છે.જાંબું ખૂબ લાભદાયક ફળ છે. એનું સેવન કરવાથી બોડીની ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત થાય છે. આ ઉપરાંત ઘણી ગંભીર બિમારીઓથી પણ બચાવે છે. જાણો એને ખાવાથી થતા જોરદાર ફાયદા વિશે…
1.જાંબુમાં એન્ટી કેન્સરના ગુણ મળી આવે છે. જે કીમોથેરાપી અને રેડિએશનમાં પણ ફાયદાકારક હોય છે.
2.જાંબુમા વિટામીન સી નું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે. જેનું સેવન કરવાથી શરીરથી વિટામીન સી ની ઉણપ થશે નહીં.
3.જાંબુમાં ગ્લૂકોઝના રૂપમાં મળી આવતી શુગર તમારા શરીરને હાઇડ્રેટ કરવાની સાથે જ કુલ અને રિફ્રેશ પણ કરે છે. જેનાથી શુગર કંટ્રોલ રહે છે.
4.જો તમે તમારી સ્કીન ગ્લો મેળવવા ઇચ્છો છો તો જાંબુના પલ્પની પેસ્ટને દૂધમાં મિક્સ કરીને લગાવવાથી નિખાર આવે છે.
5.એસિડીટીથી સમસ્યાથી છુટકારો મેળવા માટે કાળા માઠીમાં શેકેલું જીરૂ મિક્સ કરીને પીસી લો એનું જાંબુ સાથે સેવન કરો.
જાંબુ હાઈ બ્લડ પ્રેશર દર્દીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જાંબુમાંથી ફ્રૂટ ચાટ અથવા સલાડ બનાવી પણ વપરાશ કરી શકાય છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, જો તમારા શરીરમાં પાણીની ખામી છે તો, તેને દૂર કરવા માટે જાંબુનુ જ્યુસ બનાવીને પણ પીવુ અનુકુળ સાબિત થઈ શકે છે.
_Devanshi