Site icon hindi.revoi.in

યૂપીના 11 ગામ એવા છે,જ્યા દરેક ઘરમાં વસે છે એક દિવ્યાંગ વ્યક્તિઃ શું છે કારણ ચાલો જાણીયે

Social Share

11 ગામોના દરેક ઘરમાં એક દિવ્યાંગ વ્યકિત વસે છે

ક્યૂલોરાઈ઼ડયૂક્ત પાણીથી હાથ-પગ થઈ રહ્યા છે વાંકા

લોકોની આંખનું તેજ ઘટી રહ્યું છે

પીવાના પાણીની કંપનીઓ કરી રહી છે કમાણી

ગામના લોકો માને છે કે આ અભિસાપ છે

વાત સાંભળીને થોડુ આશ્ચર્ય જરુર લાગશે, કે પ્રત્યેક ઘરમાં કોઈ એક વ્યક્તિ અંધ કે અપંગ કઈ રીતે હોય શકે, તે પણ 11 જેટલા ગામોમાં? હા હોઈ શકે,આ વાત છે ઉત્તર પ્રદેશના આગરાથી અંદાજે 20 કિલો મિટરની દુરીએ આવેલા પચગઈ ખેડા જીલ્લામાં ગ્વાલિયર રોડ પર બરૌલી આહીર બ્લોકના 11 ગામોની, આ ગામની 75 ટકા વસ્તી ક્લોરાઈડ વાળું પ્રદૂષિત પાણી પીવા માટે મજબુર છે,દૂષિત પાણી પીવાના કારણે આ ગામમાં દરેક ઘરે કોઈને કોઈ એક વ્યક્તિ શારિરીક ખોડખાપણ ઘરાવે છે, અહિ કોઈના પગ વાંકા છે તો કોઈના હાથ ત્રાસા છે, ત્યારે હ્દય કંપાવી દે એવી વાત એ છે કે અહિ કેટલાક બાળકોની આંખની રોશની પણ જતી રહી છે,ત્યારે અહિનું વહીવટ તંત્ર પાણીના હેન્ડપંપ પર લાલ કલરનું નિશાન લગાવીવે જતું રહે છે અને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લે છે,ત્યારે અહિ સુધ્ધ પીવાનું પાણી વેચનારાની તો નીકળી જ પડી છે,પીવાનું પાણી વેચનારી કપંનીઓ દરરોજ આ ગામો પાસેથી 2 લોખ રુપિયાની કમાણી કરી લે છે, અને લોકો પણ દુષિત પાણીથી બચવા માટે પૈસા ખર્ચીને વેચાતુ પાણી લેવા મજબુર બને છે , પણ એવા લોકો કે જે રોજ રોજ શૂધ્ધ પાણી વેચાતું નથી લઈ શક્તા તેવા ઘરમાં એક ને એક વ્યક્તિ અંપગ કે અંધ જોવા મળી આવે છે.

પચગઈ ખેડા ગામમાં સૂરજભાન નામક વ્યક્તિ મજુરી કામ કરે છે,ક્યારે તેને કામ મળે છે તો ક્યારે ક નથી મળતું,સુરજભાનને એક પૂત્રી અને એક પુત્ર છે, ઘરખર્ચ ચલાવવા માટે તેની પત્ની પણ મજુરી કામ કરે છે,મોટી પુત્રી મંજુ જે 10 વર્ષની છે જેના પગ ત્રાસા થઈ ચુક્યા છે ,માત્ર 4 વર્ષની વયે તેના પગ વાંકા થવાની શરુઆત થઈ ચુકી હતી ત્યારે તેની માતાને પણ હવે પગમાં દર્દ થવાનું શરુ થઈ ચુક્યુ છે, જેના કારણે તેણે મજુરી કામ પણ છોડી દીધુ છે, ડોકેટર્સ તેને તેલમાલીશ કરવાની સલાહ આપે છે,તેઓ પાસે એટલા પૈસા પમ નથી કે સુરજભાન તેની પુત્રી અને પત્નીનો ઈલાજ કરાવી શેકે, કે પછી શૂધ્ધ વેચાતું પાણી ખરીદીને પી શકે,આ તો માત્ર એક પરિવારની વાત થઈ આવા તો આ ગામોમાં કેટલાય પરીવાર છે જે આવી પરિસ્થિતીઓનો સામનો કરી રહ્યા છે અને પોતાની આંખોની સામે જ પોતાના પરિવારના સભ્યોને દિવ્યાંગ થતા જોઈ રહ્યા છે ,બેબસ અને લાચાર બનીને,

પટ્ટી પચગઇના રહેવાસી રાજેન્દ્ર કહે છે કે દૂષિત પાણી પીવાને કારણે સાંધાનો દુખાવો થાય છે. આંખો નબળી પડી ગઈ છે. જ્યારે ડૉક્ટરને બતાવવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેનો કોઈ ઈલાજ નથી.તેમની  ભત્રીજીની આંખોનું તેજ  ખોવાય ચૂક્યુ છે, છતી આંખે પણ અહિ અંધારુ થયેલું જોવા મળે છે,આમ તો કહી શકાય કે આંખોનું અંધારુ તો છે જ પણ આહિ આશાઓનું અંધારુ પમ છવાયેલું છે ,જે ખબર નહી ક્યારે સમસ્યાના ઉકેલનું ઉજાશ લઈને આવશે.

રાજીવ, જે પચગાઇ ખેડા ગામનો છે, તે કહે છે કે દૂષિત પાણીના કારણે ત્રણ ગામના 20 થી વધુ પરિવારો સ્થળાંતર કરી ગયા છે. રાજીવના જણાવ્યા મુજબ ખરાબ પાણીને કારણે ગામના છોકરા-છોકરીઓના લગ્નમાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોઈ છે.

મંત્રી રાધેશ્યામ કુશવાહા કહે છે કે, વર્ષ 2018 માં ગામમાં શુધ્ધ પાણી માટે 4.18 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જો કે, કામના નામે ફેબ્રુઆરી 2019 માં માત્ર 200 ફુટ ઊંડુ બોરીંગ ખોદવામાં આવ્યું છે. તે પણ બંધ પડેલુ જોવા મળે છે. આ પ્રોજેક્ટ 2022 માં પૂર્ણ થવાનો છે. રાધેશ્યામ કહે છે કે સ્વચ્છ પાણી માટે આશરે સાડા ત્રણ વર્ષ પહેલા એક આરઓ પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો.

ગામની અડધી વસ્તી એટલે કે આશરે 2000 પરિવારો પચગાઇ ગામના આરઓ પ્લાન્ટમાંથી પાણી વેચાતુ લે છે. અન્ય ગામોમાં બહારની આરઓ કંપનીઓ પાણી પહોંચાડે છે. ત્યારે સમાજસેવક નરેશ પારસના જણાવ્યા અનુસાર 11 ગામોમાં કુલ 26,700 વસ્તી છે. તેમાં 12 હજારની વસ્તી માટે આરઓ પાણી ઉપલબ્ધ છે. 20 લિટરના કન્ટેનરના 20 રૂપિયા મળે છે, જે આરઓ કંપનીઓને કરોડો રૂપિયાનો નફો કરાવે છે.

અહિ પાણીના કુદરતી સ્ત્રોત તરીકે 5 તળાવ હતા. આજે તેઓ એક ગટરની સ્થિતીમાં જોવામળે છે. કુવાઓ નષ્ટ થઈ ગયા છે. પાણીમાં ફ્લોરાઇડની સમસ્યા અહીં 20 વર્ષથી વધુ સમયથી છે. હમણાં સુધી ગામલોકો શ્રાપ સમજીને પાતાનું જીવન વિતાવતા હતા, પરંતુ વચ્ચે એક સર્વે કરવામાં આવ્યો હતો અને જાણવા મળ્યું હતું કે પાણીમાં ક્લોરાઈડ છે. નરેશ પારસે જણાવ્યું હતું કે આ માટે અમે સેન્ટ્રલ કમિશન ફોર ચિલ્ડ્રન એન્ડ હ્યુમન રાઇટ્સને પત્ર પણ લખ્યા છે. બાળ કમિશને ધ્યાનમાં લેતા સીએમઓ આગ્રા અને ઉત્તર પ્રદેશ ચિલ્ડ્રન કમિશનને 20 દિવસમાં પોતાનો રિપોર્ટ મોકલવા નોટિસ મોકલી છે.

આગરા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એન.જી. રવિ કુમારે આ સમસ્યા ત્યાં 20 વર્ષોથી છે તે વાતને નકારી કાઢી છે, તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા છે. અમે સરકારને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, જેના પૈસા પણ આવ્યા છે. અમે પાઇપલાઇનમાંથી પીવાનું પાણી સપ્લાય કરીશું. તેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ આપણે ગામની આ સમસ્યા હલ કરીશું.

પરંતુ ત્યારે હવે જોવું રહ્યું કે 20 વર્ષથી અનેક પરિવાર આ દિવ્યંગતાનો શિકાર બનતો છે તેને ક્યારે પીવા માટેનું શુધ્ધ પાણી મળશે અને જ્યારે મળશે ત્યા સુધી તો ગામના કેટલાક ભૂલકાઓ પોતાની આંખોનું તેજ ખોય બેસશે, ગોમની કેટલીક મા ઓ પાતોના હાથ પગથૂ વિકલાંગ બની જશે

Exit mobile version