Site icon Revoi.in

વર્ષ 2020 અત્યાર સુધીનું ત્રીજુ સૌથી ગરમ વર્ષ, UNના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Social Share

દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રસંઘની હવમાન સંસ્થા વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઈઝેશને ગ્લોબલ વોર્મિંગ અંગેનો સ્ટેટ ઓફ ગ્લોબલ ક્લાઈમેટ-2020 રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર વર્ષ 1850 પછી 2020નું વર્ષ ત્રીજું સૌથી ગરમ વર્ષ રહ્યું છે.

રિપોર્ટ અનુસાર 2020માં સરેરાશ કરતા 1.2 ડીગ્રી વધારે તાપમાન જોવા મળ્યું હતું. જે ધરતીના હવામાનમાં બહુ મોટો ફેરફાર કરી શકે છે. સતત વધી રહેલા વાવાઝોડા, વરસાદ, જંગલની આગ, હીટવેવ, બરફ પીગળવો વગેરે પાછળ આ તાપમાન વૃદ્ધિ જ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. જમીન ઉપરાંત સમુદ્ર સપાટી પર પણ હીટવેવનું પરિણામ વધી રહ્યું છે. જેથી સમગ્ર હવામાન ચક્ર ખોરવાઈ રહ્યું છે. એક વર્ષના સમયગાળામાં 152 અબજ ટન બરફ પીગળી ગયો છે. તેમજ એટલાન્ટિક મહાસાગરમાંથી આ વર્ષે અત્યાર સુધીમાં 33 જેટલા વાવાઝોડા ઉદભવ્યાં છે.

પેરિસમાં વર્ષ 2015માં પર્યાવરણ સંધિની જાહેરાત થઈ હતી. તેના પાંચ વર્ષ નિમિત્તે મળેલી બેઠકમાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ અગાઉ વર્ષ 2016 સૌથી ગરમ વર્ષ નોંધાયું હતું. હવામાનમાં થયેલા ફેરફારના કારણે ચોમાસાની સિઝન પૂર્ણ થયા પછી પણ ભારતના અનેક ભાગોમાં વરસાદ નોંધાયો હતો.