- વિશ્વની સૌથી લાબીં ટનલ બનીને તૈયાર
- 1 હજાર ફૂટ ઊંચાઈ પર બની અટલ ટનલ
- 25 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી કરશે ઉદ્ધાટન
- સેના માટે જરુરી સામગ્રીઓ પુરી પાડવી સરળ બનશે
ચીન અને ભારત વચ્ચે હાલ તણાવ પૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવે 1 હજાર ફૂટની ઊંચાઈએ અટલ ટનલ બનીને તૈયાર થઈ ચૂકી છે, લદ્દાખ પાસે બનેલી આ ટનલ ખુબ મહત્વ ધરાવે છે કારણ કે આ ટનલના કારણે લદ્દાખ હવે દરેક સમયે દેશના અનેક બીજા હિસ્સાઓથી જોડાયેલું રહેશે.
ઉલ્લેખનીય છે કે, શિયાળઈની મોસમમાં બરફના પ્રકોપથી લદ્દાખની સેના માટે અનેક જરુરી ચીજ વસ્તુઓ પહોંચાડવાનું મુશકેલ બનતું હતું જ્યારે હવે આ કાર્યમાં સરળતા મળશે,પરંતુ હવે રોહતાંગ અને લેહને જોડતી અન્ડર ગ્રાઉન્ટ ટનલ બનવાથી સેનાને પૂરવઠાની મુશ્કેલી નહી પડે અને સતત સેના માટે જરુરી સામગ્રીઓ પુરી પડી રહેશે.
જાણો વિશ્વની સૌથી લાંબી ટનલ વિશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારી 25 સપ્ટેમ્બરના રોજ આ ટનલનુ ઉદઘાટન કરશે.
10000 ફૂટ ઉંચાઈએ બનેલી આ વિશ્વની સૌથી લાંબી ટનલ છે.
આ ટનલની લંબાઈ 9 કિલોમીટર છે.
આ ટનલ બનતા કુલ 10 વર્ષ જેટલો સમય લાગ્યો છે
આ ટનલના કારણે મનાલી અને લેહ વચ્ચેનુ અંતર ઘટી જષે
મનાલીથી લેહ જવાની મુસાફરી ટનલના કારણે માત્ર 10 મિનિટ કરી શકાશે ટનલ પર બરફવર્ષાની અસર નહી સર્જાય
બરફ પડવાથઈ પણ અવર જવર પર કોઈ અસર નહી થાય
ટનલમાં નિશ્ચિત અંતરે કેમેરાની સુવિધા
આ ટનલમાં પ્રતિ કલાક 80 કિમીની ઝડપથી વાહન ચલાવી શકાશે સેનાના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ટનલ તૈયાર કરાઈ
આ કાર્યમાં અનેક મુશ્કેલી સર્જાઈ હતી
શિયાળામાં તાપમાન માઈનસ 30 ડિગ્રી સુધી નીચે ઉતરતા કારીગરોને મુશ્કેલી પડતી હતી
ટનલમાંથી એક સમયમાં જ 3 હજાર કાર કે 15 સો ટ્રક એક સાથે મુસાફરી કરી શકશે
ટનલ બનાવવામાં 4000 કરોડનો ખર્ચ
જેમાં દર 150 મિટર પર ટેલિફોન દર 60 મીટરના અંતરે ફાયર ફાઈટિંગના સાધનોની સુવિધા કરાઈ છે
સાહીન-