Site icon hindi.revoi.in

કોરોનાવાયરસનો બીજો તબક્કો, વિશ્વના અનેક દેશોમાં સતત કેસ વધતા ફરી લોકડાઉનની શક્યતા

Social Share

મુંબઈ: વિશ્વમાં જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને જોતા તમામ લોકો ભગવાનને એક જ પ્રાથના કરી રહ્યા છે કે કોરોનાવાયરસથી વિશ્વને મુક્તિ મળે.. વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસ હજુ પણ વધી રહ્યા છે અને તેના કારણે ઇઝરાયેલે તો દેશમાં ફરીથી રાષ્ટ્રીય લોકડાઉન લાદી દીધુ છે. આ દેશના લોકો પર ત્રણ અઠવાડિયા સુધી સખત પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. લોકોને પોતાના ઘરથી 500 મીટર દૂર જવા દેવા પર પ્રતિબંધ લાગ્યો છે. ઇઝરાઇલ ફરીથી રાષ્ટ્રીય લોકડાઉન લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. પરંતુ બીજા ઘણા દેશોમાં પણ કોરોનાના બીજા તબક્કામાં જોખમ વર્તાઈ રહ્યું છે.

આ સમગ્ર બાબતે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જહોનસને કહ્યું કે, બ્રિટનમાં કોરોનાની બીજી તરંગ આવતી જોવા મળી રહી છે. જેના કારણે તેમણે છ મહિના માટે અનેક પ્રતિબંધ લાદવાની જરૂર વ્યક્ત કરી છે. બોરિસ જ્હોનસને કહ્યું કે કોરોનાની બીજી તરંગ માટે બ્રિટન, સ્પેન અને ફ્રાન્સ 6 અઠવાડિયા જ પાછળ છે. તેમણે કહ્યું કે, તે નિશ્ચિત છે કે બ્રિટનમાં કોરોનો બીજો તબક્કો આવશે.

તો બીજી તરફ, વિશ્વ આરોગ્ય સંગઠને યુરોપમાં કોરોનાની બીજી તરંગ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે WHOનું કહેવું છે કે યુરોપમાં કોરોનાના કેસ ભયજનક રીતે સતત વધી રહ્યા છે. WHOના નિયામક હંસ ક્લુજે કહ્યું કે, કેસ વધવાની વાતને ચેતવણી તરીકે લેવી જોઈએ, તેમણે આ બાબતે ચિંતા વ્યકત કરી છે, તેમને કહ્યું કે આ બાબતને એ રીતે ધ્યાનમાં લેવી જોઇએ કે હવે આગળ શું થવાનું છે.

હંસ ક્લુજે વધુમાં એમ પણ કહ્યું હતું કે, માર્ચમાં જ્યારે યુરોપમાં કોરોનાના કેસ શરૂઆતી વધારામાં હતા ત્યારે આ અઠવાડિયામાં કેસની સંખ્યા સતત વધી ગઈ છે. યુરોપિયન ક્ષેત્રમાં, એક અઠવાડિયામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 3 લાખનો આંકડો વટાવી ગઈ છે.જે ખુબજ ચિંતા જનક વાત છે.

યુરોપના અડધા દેશોમાં છેલ્લા બે અઠવાડિયામાં નવા કેસોની સંખ્યામાં 10 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. યુરોપના સાતમાંથી, કોરોનાના નવા કેસ બમણા થઈ ગયા છે તે સાથે જ વિશ્વમાં કોરોના કેસની કુલ સંખ્યા ત્રણ કરોડ 69 લાખને વટાવી ગઈ છે. જ્યારે કોરોનાથી 9 લાખ 56 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

_Sahin

Exit mobile version