1. Home
  2. revoinews
  3. અમેરિકાનું વલણ હોંગકોંગની સ્વતંત્રતાની તરફેણમાં, ચીને કહ્યું હોંગકોંગ અમારો આંતરિક મામલો
અમેરિકાનું વલણ હોંગકોંગની સ્વતંત્રતાની તરફેણમાં, ચીને કહ્યું હોંગકોંગ અમારો આંતરિક મામલો

અમેરિકાનું વલણ હોંગકોંગની સ્વતંત્રતાની તરફેણમાં, ચીને કહ્યું હોંગકોંગ અમારો આંતરિક મામલો

0

અમદાવાદ: ચીન અને હોંગકોંગ વચ્ચે સ્વતંત્રતાના મુદ્દે ચાલી રહેલા વિવાદમાં અમેરિકાએ હોંગકોંગની તરફેણમાં પોતાનું વલણ બતાવ્યું છે અને કહ્યું કે અમેરિકા હોંગકોંગની તરફેણમાં છે. આ બાબત ચીનથી સહન ન થઈ અને તેણે અમેરિકા પર નિશાન સાધતા કહ્યું કે હોંગકોંગ અમારો આંતરિક મુદ્દો છે.

હાલ હોંગકોંગમાં સ્વતંત્રતાની ચળવળ વધારે ગરમ થઈ છે અને હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકોએ બુધવારે ચીન વિરુદ્ધ રેલી પણ યોજી હતી.

વર્ષ 1997માં બ્રિટને 1 જુલાઈના રોજ હોંગકોંગ ચીનને સોંપ્યું હતું પણ દેખાવકારોએ આઝાદીની માગ કરી અને હોંગકોંગ માટે મંજૂર કરાયેલા નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો વિરોધ કર્યો હતો. પોલીસે દેખાવકારો પર કડકાઈ પણ બતાવી હતી.

હોંગકોંગ અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને અમેરિકાએ હોંગકોંગને સમર્થન આપવાનું નક્કી કર્યું છે અને અમેરિકાના સેક્રેટરી માઈક પોમ્પિયોએ કહ્યું કે ચીન હોંગકોંગના લોકોની આઝાદી છીનવી રહ્યું છે. હોંગકોંગ દુનિયાની સૌથી સફળ અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. અમે હોંગકોંગની સ્વતંત્ર ઈચ્છતા લોકોની પડખે છીએ. તેના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે હોંગકોંગનો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો ચીનનો આંતરિક મામલો છે. કોઈપણ બહારી દેશ તેમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર ધરાવતો નથી.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.