- ટૂ પ્લસ ટૂ વાર્તામાં ખાસ એલએસી પર થશે ચર્ચાઓ
- યુએસએ જણાવી આ વાત
- વોશિંગ્ટનના નાયબ સહાયક સચિવ ડીન થોમ્પસને મીડિયા સમક્ષ કરી વાત
ભારત અને ચીન વચ્ચે કેટલાક મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ બાબતે અમેરિકાએ જણાવ્યું છે કે, આવતા અઠવાડીયામાં 26 અને 27 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં થનારી ટૂ પ્લસ ટૂ વાર્તામાં એલએસીની સ્થિતિ પર ખાસ ચર્ચા કરવામાં આવશે, ખાસ બેઠકમાં અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને રક્ષામંત્રી માર્ક અસ્પર પણ તેનો ભાગ બનશે, તો બીજી તરફ ભારત તરફથી રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી યેસ જયશંકર પણ ભાગ લેશે.
આ બેઠક ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. નિષ્ણાંતોના જણઆવ્યા પ્રમાણે ભારત અને અમેરિકા વચ્ચેની આ બેઠકમાં ચીન પર કાબુ મેળવવાની વ્યૂહરચના પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી શકે છે.ત્યારે ચીનની નજર પણ આ બેઠક પર છે.
વોશ્ગિંટનમાં પત્રકારોને આ અંગે માહિતી આપતા, દક્ષિણ અને મધ્ય એશિયાના મામલે નાયબ સહાયક સચિવ ડીન થોમ્પસને કહ્યું કે,એલએસી પર ચોક્કસ ચર્ચા કરવામાં આવશે. મારું અનુમાન છે કે,બંને પક્ષોએ તરફથી સરહદ પર તણાવ ઓછો કરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે.
થોમ્પસને કહ્યું કે, ભારત સાથેના આપણા સંબંધોને જોઈએ તો તેમની સાથેના સહયોગની ગતિ અને અવકાશ સતત વધી રહ્યો છે.અમારા પાસે યુએસ-ભારતના સંબંધોને મજબૂત બનાવવાની સારી તક છે, જે આ ક્ષેત્ર અને વિશ્વની સુરક્ષા અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે.
સાહીન-