Site icon hindi.revoi.in

ભારત અમેરીકાની ડીલથી ચીનના પેટમાં રેડાયું તેલ – સીમા વિવાદને ગણાવ્યો દ્રીપક્ષીય મામલો

Social Share

ચીને ભારત સાથેના સીમા વિવાદને દ્વિપક્ષીય મુદ્દો ગણાવતા અમેરિકા પર પોતાના ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ લાદવાનો આરોપ મૂક્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને બુધવારના રોજ આ મુદ્દે કહ્યું કે, અમેરીકાએ તેની હિન્દ-પ્રશાંત વ્યૂહરચનાને અટકાવવી જોઈએ,.ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલો સીમા વિવાદ બન્ને દેશઓ વચ્ચેનો આંતરીક મામલો છે, સીમા પર હાલની સ્થિતિ સામાન્ય ને સ્થિર જોવા મળી રહી છે અને બન્ને પક્ષ આ મુદ્દાને લઈને વાતાઘટો કરીને સમાધાન કરી રહ્યા છે.

વાગં એ અમેરીકાની હિન્દ પ્રશાંત નિતીની ટીકા કરતા કહ્યું કે, અમેરીકા દ્વારા પ્રસ્તાવિકસૂચિત હિન્દ-પ્રશાંત વ્યૂહરચના વિતી ચૂકેલી શીત યુદ્ધની માનસિકતા અને ટક્કર અને ભૂ-રાજકીય રમતનો પ્રચાર કરી રહી છે.” જે અમેરીકાના વર્ચસ્વ લાદવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે પ્રદેશના સહિયારા હિતની વિરુદ્ધ પણ છે. અમે અમેરિકાને તેને રોકવા વિનંતી કરીએ છે. પ્રાદેશિક વિકાસ માટે કોઈપણ અવધારણા શાંતિપૂર્ણ વિકાસ અને સહકારથી લાભ  થનાર સહયોગ વાળી હોવી જોઈએ.

ચીન તરફથી આપવામાં આવેલું આ નિવેદન અમેરીકાના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ આપેલા નિવેદનના એક દિવસ બાદ આવ્યું છે, ઉલ્લખેનીય છે કે ભારત સાથે અમેરીકા ખડેપગે છે, અનેક પડકાર સામે લડત આપવા અમેરીકા ભારત સાથે છે, જેથી હવે ચીનના પેટમાં પાણી રેડાઈ રહ્યું છે, અમેરીકા અને ભારત વચ્ચે થયેલી ટૂ પ્લસ ટૂની વાર્તાને લઈને ચીન બોખલાયું છે.

સાહીન-

 

 

Exit mobile version