Site icon hindi.revoi.in

અમેરીકા પણ ભારતના માર્ગે – ટિકટોક અને વીચેટ પર લગાવ્યો પ્રતિબંધ

Social Share

ચીન અને ભારત વચ્ચે સર્જાયેલા સંધર્ષ બાદ ભારત સરકાર દ્વારા ચીનની તમામ અપ પર પ્રતિબંધ લગાવ્યા હતા,ત્યાર બાદ અમેરીકાએ પણ માન્યુ હતુ કે ચીનની એપ યૂઝર્સનો ડેટા ચોરી કરી રહી છે જેને લઈને તેમણે પણ આ દગીશામાં આગળ ડગ માંડ્યા હતા.દેશના નાગરિકોની સુરક્ષા બાબતે કોઈ સમજોતો નહી કરવામાં આવે તેમ દેશના વડાપ્રધાને જણાવ્યું હતું.

વ્હાઈટહાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે,ટિકટોક દેશ માટે ખુબ જ જોખમરુપ છે,જેના કારણે ચાઈનીઢ એપ પરહ રોક લગાવવી આવશ્યક હતી,
ત્યારે આ સમગ્ર બાબતે અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ,જે મુજબ અમેરીકાની કંપનીઓએ ચાઈનીઝ એપ ટિકટોક તથા વીચેટના માલિકોની સાથેની તમામ લેનદેન પર પ્રતિબંધ લગાવ્યો છે.જેના માટે 1 મહિનાથી પણ ઉપરનો સમય આપવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પેએ ચાઈનીઝ એપ પર રોક લગાવવા માટે 45 દિવસ જેટલો સમય ફાળવ્યો છે,જેના આદેશ પર તેમણે હસ્તાક્ષર કર્યા છે,ત્યારે આ પહેલા પણ સેનેટેના સહમતિથી અમેરિકાના કર્મીઓ ટિકટોક નહીં વાપરે તે આદેશ પર પોતાની પરવાનગી દર્શાવી હતી,ત્યારે આ પ્રતિબંધના આદેશ પર હસ્તાક્ષર કર્યા બાદ ટ્રમ્પે કહ્યું હતુ કે, આ રોક જરૂરી છે કારણ કે આ પ્રકારની એપ્સ દ્વારા દેશના નાગરિકોની સુરક્ષાને ખતરો છે.

સાહીન-

Exit mobile version