Site icon hindi.revoi.in

UNSCમાં પાકિસ્તાનને લપડાક, બે ભારતીયોને આતંકવાદી જાહેર કરવાની માંગ ફગાવાઈ

Social Share

દિલ્હીઃ ભારતને દુનિયામાં બદનામ કરવાનો કોઈ પણ મોકો નહીં છોડનાર પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માંથી લપડાક પડી છે. પાકિસ્તાને બે ભારતીયોને આતંકવાદી જાહેર કરીને આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ અંતે પાકિસ્તાન પુરાવા આપવામાં સદંતર નિષ્ફળ રહ્યું હતું. અમેરિકા અને યુએન સહિતના દેશોએ ભારતને સમર્થન આપ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રની કમિટી દ્વારા બે ભારતીય નાગરિક ગોબિંદા પટનાયક અને અંગારા અપ્પાજીના નામને UNSCની આતંકવાદી યાદીમાં સામેલ કરવા પ્રયાસો કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ પાકિસ્તાનને બંને ભારતીયો વિરુદ્ધ પુરાવા રજૂ કરવા માટે સમય પણ આપ્યો હતો. જો કે, પાકિસ્તાન પુરાવા નહીં આપી શકતા તેની માંગણી ફગાવી હતી. UNSCમાં યુનાઈટેડ કિંગડમ, અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમે પાકિસ્તાનના દાવાને નકાર્યો હતો. તેમજ કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે બંને ભારતીયો સામે કોઈ પુરાવા નથી.

 

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આતંકવાદને ધાર્મિક રંગ આપીને રાજનીતિકરણ કરવાની પાકિસ્તાનના નાપાક પ્રયત્નોને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે નિષ્ફળ બનાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે આતંકવાદ મુદ્દે અનેક વખત નામ લીધા વગર પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં છે. એટલું જ નહીં પાકિસ્તાનમાં પનાહ લેનારા આતંકવાદી સંગઠન જૈશ-એ-મહંમદના ચીફ મસૂદ અઝહરનો અસલી ચહેરો UNSC જાહેર કર્યો હતો. જેથી પાકિસ્તાન દ્વારા આ કામગીરી કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે.

Exit mobile version