
અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંગઠન સાથેના સંબંધ ઉપર મુક્યો પૂર્ણવિરામ
- નિયમ અનુસાર અક વર્ષ સુધી અમેરિકા રહેશે સભ્ય
- એપ્રિલ મહિનાથી જ બંધ કર્યું હતું ફંડિગ
દિલ્હીઃ કોરોના વાયરસને લઈને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરનારા અમેરિકાએ સંગઠન સાથેના સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકી દીધો છે. તેમજ આ અંગે અમેરિકા સરકારે WHOને લેખિતમાં જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમેરિકા સહિત દુનિયાના દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસ મુદ્દે WHO ચીનને આધિન રહીને કામ કરી રહ્યું હોવાનો અગાઉ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો. તેમજ ચીનના કારણે જ દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતા. જેથી એપ્રિલ મહિનામાં જ WHO સાથે સંબંધ કાપી નાખવાનો નિર્ણય કરીને અમેરિકાએ ફન્ડિગ બંધ કર્યું હતું. દરમિયાન અમેરિકા સરકારે WHOને પોતાની સદસ્યતા પાછી ખેંચવા સંબંધિત પત્ર મોકલી દીધો હોવાનું જાણવા મળે છે. નિયમ અનુસાર કોઈ પણ સભ્ય દેશ સદસ્યતા પાછી ખેંચે ત્યારે એક પછી જ તે દેશને WHOમાંથી અલગ કરી શકાય છે. જેથી 6 જુલાઈ 2021 બાદ અમેરિકા WHOનો સભ્ય દેશ રહેશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ અગાઉ આક્ષેપ કર્યો હતો કે, ચીનમાં કોરોના વાયરસની ઓળખ અને તેને મહામારી જાહેર કરવામાં WHOએ જાણી જોઈને વાર કરી હતી. તેમજ WHO ચીની સરકારના ઈશારે કામ કરી રહ્યું છે.