- સંયૂક્ત રાષ્ટ્રની સલાહકાર- નરેગાને ભારતની મોટી સફળતા ગણાવી
- નરેદાનો ઉલ્લેખતેમના લખેલા પુસ્તકમાં કર્યો
સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ સલાહકાર ઉષા મિશ્રા હેઝને તેમના પુસ્તકમાં ભારતમાં તાજેતરના સમયમાં નરેગા (હવે મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) ને એક મોટી સફળતાની સ્ટોરી ગણાવી છે. તેમણે કહ્યું કે, તેનાથી દેશની વસ્તીના કમજોર વર્ગને ભૂખમરાથી સુરક્ષા આપવામાં દેશ સફળ થયો છે.
ઉષા મિશ્રાનું આ પુસ્તક એશિયન અને આફ્રિકન દેશોમાં સામાજિક સુરક્ષા પ્રણાલીને અસર કરતી સતત બદલાતી નીતિઓની દુનિયા વિશે છે.
‘સોશ્ય- પ્રોટેક્શન લેન્ડ્સ ઓફ બ્લોસમિંગ હોપ’ નામના આ પુસ્તકને લઈને વિકાસ નિષ્ણાંત હેઝ કહે છે કે, “આ પુસ્તક આપણી જીત અને ભૂલોને સતત યાદ કરાવે છે, તે આપણા જેવા સંયૂક્ત રાષ્ટ્રના કર્મચારીઓ માટે છે કે, જેમનો હેતુ ‘ફરક પાડવો’ છે. તે આપણી અજ્ઞાનતા, આપણી ભૂલોની સાથે સાથે આપણું જુનુન ,દ્રઢતા અને પ્રતિબદ્ધતા અંગે છે. નરેગા અંગે, એવું કહેવામાં આવ્યું છે કે, આ ભારતમાં હાલના સમયમાં મોટી સફળતાની વાર્તા છે.
યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ પ્રમાણે, સામાજિક સુરક્ષા એ એકંદર વિકાસની ચાવી છે. બીજા શબ્દોમાં કહીએ તો, સામાજિક સુરક્ષા ગરીબી અને વંચિતતાની આર્થિક અને સામાજિક નબળાઈઓ અટકાવવા, તેને ઘટાડવા અને દૂર કરવાના ઉદ્શેયથી જાહેર અને ખાનગી નીતિઓ અને કાર્યક્રમોના સમૂહ તરીકે પરિભઆષિત કરવામાં આવે છે.
સાહીન-