Site icon hindi.revoi.in

વૃદ્ધને MRI મશીનમાં નાખીને ટેક્નીશિયન બહાર કાઢવાનું જ ભુલી ગયા,જો 30 સેકન્ડ વધુ વૃદ્ધ મશીનમાં રહ્યા હોત તો……

Social Share

હોસ્પિટલની લાપરવાહીના અનેક કીસ્સાઓ અવાર નવાર પ્રકાશીત થતા હોય છે ત્યારે ફરી એકવાર હોસ્પિટલની બેદરકારીની ઘટના પ્રકાશમાં આવી છે,હરિયાણાના પંચકુલામાં સેક્ટર-6ની હોસ્પિટલમાં એક વૃદ્ધને એમઆરઆઈ મશીનમાં નાખ્યા પછી ટેકનીશિયન જ ભુલી ગયા કે તેમણે કોઈ દર્દીને એમઆરઆઈ મશીનમાં નાખ્યો છે.

એમઆરઆઈ મશીનમાં નાખ્થોયા બાદ કેટલીક મિનિટો પછી વૃદ્ધનો શ્વાસ રુંધાતા તેઓ બહાર નીકળવાના પ્રયત્નો કરવા લાગ્યા, પરંતુ બેલ્ટ બાંધ્યો હોવાથી તેઓ નીકળવામાં અસફળ રહ્યા ,જો કે તેમણે તેમનો પ્રયત્ન સતત ચાલું રાખ્યો હતો,છેવટે તેઓ એમઆરઆઈ મશીનમાંથી બહાર નીકળવામાં સફળ થયા.

મળતી માહિતી મુજબ પંચકૂલના એમઆરઆઈ એન્ડ સિટી સ્કેન સેંટરમાં એક વૃદ્ધને કોઈ બિમારી હોવાના કારણથી ડોક્ટરે એમઆરઆઈ કરાવાની સલાહ આપી હતી,જેને લઈને વૃદ્ધ અહિયા એમઆરઆઈ કરાવવા માટે આવ્યા હતા,જ્યા તેમને એમઆરઆઈ કરવા માટે મશીનમાં નાખ્યા તો ખરા, પરંતુ ટેકનીશિયન તેમને બહાર કાઢવાનું તો ભુલી જ ગયા.અનેક પ્રયત્નો કર્યા બાદ આ વૃદ્ધે મશીનમાંથી બહાર નીકળવાના પ્રયત્નોમાં સફળતા મેળવી, છેવટે બાંધેલો બેલ્ટ તૂટી જતા વૃદ્ધ મશીનમાંથી બહાર નીકળ્યા,ત્યાર બાદ તેમણે કર્મચારીઓ પર ગંભીર આરોપ લગાવતા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજને આ ઘટનાની ફરીયાદ કરી હતી.

રિપોર્ટ મુજબ પીડિત વૃદ્ધે કહ્યું હતું કે, ‘જો તે 30 સેકન્ડમાં બહાર ન નીકળી શકતે, તો તેમનું મૃત્યુ નિશ્ચિત હતું’. જ્યારે આ ઘટના વિશે એમઆરઆઈ સેન્ટરના ઈન્ચાર્જ સાથે વાત કરવામાં આવતા તેમણે કહ્યું કે, “આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે અને એવું કંઈ બન્યું નથી કે ટેકનિશિયન વૃદ્ધને મશીનમાંથી બહાર કાઢવાનું ભુલી ગયા.ઈન્ચાર્જે કહ્યું કે ,વૃદ્ધને ટેકનીશિયને જ બહાર કાઢ્યા હતા, તેમણે કહ્યું કે સ્કેન 20 મિનિટ કરવાનું હતું,ટેક્નીશિયન છેલ્લી 30 સેકેન્ડની રાહ જોતા હતા,પરંતુ છેલ્લી બે મિનિટ બાકી હતી અને વૃદ્ધ ગભરાવા લાગ્યા,ત્યારે ટેક્નીશિયન બીજા મશીનમાં નોટ્સ ચઢાવી રહ્યા હતા,પરંતુ જ્યારે છેલ્લી એક મિનિટ બાકી હતી અને ટેકનીશિયને જોયું કે,વૃદ્ધ અડધે સુધી બહાર આવી ચૂક્યા છે ત્યારે તેમણે તેને બહાર નીકાળ્યા”.

Exit mobile version