Site icon hindi.revoi.in

જ્હોન અબ્રાહમ સ્ટારર ફીલ્મ ‘એટેક’ ના શૂટિંગ દરમિયાન અલીગઢમાં ટીમ પર થયો પથ્થરમારો

Social Share

દિલ્હી – ઉત્તર પ્રદેશના અલીગઢ જીલ્લામાં અભિનેતા જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ એટેકનું શૂટિંગ ધનીપુર વહાઈ પટ્ટા પર ચાલી  રહ્યું છે. ધનીપુર એરસ્ટ્રીપ પર જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ એટેકનું શૂટિંગ જોવા આવેલા ગામલોકોએ ફિલ્મની સુરક્ષા ટીમ સાથે વિવાદ કર્યો હતો. આ અંગે ગ્રામજનોએ પથ્થરમારો કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

શનિવારથી ધનીપુર એરસ્ટ્રીપ પર ફિલ્મ એટેકનું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારે આજરોજ સુરક્ષા ટીમે બચાવ માટે સામેવાળી ટીમ પર પત્થરમારો પણ કર્યો હતો. બંને પક્ષ  તરફથી ખૂબ જ બોલાચાલી પણ થઈ હતી,માહિતી મળતા જ  પોલીસ આવી પહોંચી હતી. પોલીસને જોઇને ગામલોકો ફરાર થઈ ગયા હતા.

આ રનવે પર જોન અબ્રાહમના એક્શન સીન્સ ફિલ્માવવામાં આવી રહ્યા છે. રવિવારે પણ આ જ સિલસિલો ચાલુ રહ્યો. બપોર સુધીમાં નજીકના લોકો શૂટિંગ જોવા માટે આવ્યા હતા. જ્યારે મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો ત્યારે લોકોએ એરસ્ટ્રીપની સીમા ઉપર ચઢીને અવાજ શરૂ કર્યો. કેટલાક તોફાનીઓએ પણ અપશબ્દો શરૂ કરી દીધા હતા. આથી શૂટિંગમાં ખલેલ પડવા લાગી હતી  અને છેવટે વિવાદ વકર્યો હતો.

જ્યારે સુરક્ષા ટીમે તેમને ત્યાંથી ભગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને પક્ષે દૂરથી વાદવિવાદ શરૂ કર્યો હતો. દરમિયાન કેટલાક લોકોએ સુરક્ષા ટીમે પથ્થરમારો કર્યો હતો. ટીમે તેમના બચાવ માટેના પ્રયત્નો કર્યા.અભિનય અને દિગ્દર્શક ટીમે પણ હંગામો મચાવ્યો હતો. ઉતાવળમાં ઉચ્ચ અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતાં થાના ગાંધી પાર્કથી પોલીસ બંદોબસ્ત મોકલવામાં આવ્યો હતો છેવટે મામલો ઠાળે પડ્યો હતો. જો કે ગ્રામજનો સામે ફરીયાદ પણ નોંધવામાં નહોતી આવી,

સાહિન-

Exit mobile version