Site icon hindi.revoi.in

ગુજરાત સરકારનો આદેશ રદ – સુપ્રીમ કોર્ટએ કહ્યું, કંપની કામદારોને ઓવરટાઈમની ચૂકવણી કરે

Social Share

સુપ્રીમ કોર્ટ એ ગુજરાત સરકાર દ્વારા કામદારોને લઈને જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન રદ કર્યું છે.  રાજ્ય સરકારે જારી કરેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે, કે કામદારોએ ઓવરટાઇમ વેતનની ચૂકવણી વિના વધારાના કામ કરવા પડશે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ કે, કોરોના મહામારીને કારણે અર્થવ્યવસ્થા નબળી પડી છે આવી સ્થિતિમાં કામદારોને યોગ્ય વેતન ન આપવાનું આ એક કારણ હોઈ શકે છે,જો  કે આ જાહેરનામાની સાથે સાથે સર્વોચ્ચ અદાલતે 19 એપ્રિલથી 20 જુલાઇ સુધીના  ઓવરટાઇમ પેમેન્ટ ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો.

આ મામલે સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે, કોરોના લોકડાઉન દરમિયાન કામદારોને આર્થિક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. કામદારોએ પોતાની આજીવિકામાંથી હાથ ઘોવાનો વારો આવ્યો હતો, ખંડપીઠે કહ્યું કે, કાયદાનો ઉપયોગ જીવનના અધિકાર અને મજૂર શ્રમ સામે  કરી શકાય નહીં.

રાજ્ય સરકાર દ્વારા જારી કરેલા 17 એપ્રિલના જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે, ઉદ્યોગને લોકડાઉન સમયગાળા દરમિયાન ફેક્ટરી એક્ટ હેઠળ ફરજિયાત કેટલીક શરતોમાંથી મુક્તિ આપવામાં આવે છે. જેમાં 6 કલાકના અંતરાલ બાદ કામદારોને 30 મિનિટનો વિરામ આપવામાં આવશે અને 6 કલાક સુધી વધુ કામ કરવામાં આવશે. એટલે કે, કાનદારો એ કુલ 12 કલાક કામ કરવું પડશે.

જાહેરનામામાં જણાવાયું છે કે,  કામદારો દ્વારા કરવામાં આવતા ઓવરટાઇમ કામ માટે સામાન્ય વેતન ચૂકવવામાં આવશે. આ સૂચના ફેક્ટરી અધિનિયમની કલમ 5 હેઠળ જારી કરવામાં આવી હતી, જે સરકારને જાહેર કટોકટીની સ્થિતિમાં ફેક્ટરીઓ અને કારખાનાઓને અઘિનિયમમાં છૂટછાટ આપવાની પરવાનગી આપે છે.

જો કે, જાહેર કટોકટીનો અર્થ ગંભીર કટોકટીની પરિસ્થિતિ છે, જે યુદ્ધ કે બાહ્ય આક્રમણ અથવા આંતરિક વિક્ષેપ પછી ભારતની સુરક્ષાને જોખમમાં મૂકે છે.આ સાથે જ કોર્ટે કહ્યું કે સરકાર આ અઘિનિયમ  હેઠળ ઉદ્યોગોને છૂટછાટ આપી શકતી નથી, કારણ કે આ મહામારીને જાહેર કટોકટી ગણી શકાય નહીં. તેમજ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે 20 એપ્રિલથી 19 જુલાઇના સમયગાળા દરમિયાન, બધા કામદારોએ કરેલા ઓવરટાઈમ કામ માટે તેમને વેતનની ચૂકવણી પર કંપનીએ કરવાની રહેશે.

સાહીન-

Exit mobile version