Site icon hindi.revoi.in

આ રાજ્યની રાજધાનીમાં ફરીથી લાગુ થશે 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન

Social Share

સમગ્ર દેશમાં કોરોનાના કારણે સામાન્ય જનજીનવ થોડૂ ખોરવાયું છે, અનેક રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે,ત્યારે છત્તીસગઢની રાજઘાની રાયપુરમાં અઠવાડીયાનું  લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે, 21 સપ્ટેમ્બર રાત્રીના 9 વાગ્યાથી લઈને 28 સપ્ટેમ્બરની રાતે 12 વાગ્યા આ લોકડાઉન પૂર્ણ રહેશે, વહીવટતંત્રએ સમગ્ર રાજધાનીને સંપૂર્ણ કન્ટેન્મેન્ટ ઝોન તરીકે ઘોષિત કરી છે, આ સાથે જ લોકડાઉન દરમિયાન એક ઉચ્ચ સ્તરીય દિશા-નિર્દેશ બાબતે એક બેઠક પણ બોલાવામાં આવી છે.

આ બેઠકમાં જીલ્લા વરિષ્ટ અધિકારીઓ અને પોલીસ વિભાગના તમામ વરિષ્ટ અધિકારીઓ હાજર રહેશે, કહેવામાં આવી રહ્યું છે કે,આજે મોડી રાત સુધી લોકડાઇનનો આદેશ જારી કરવામાં આવશે, લોકડુન દરમિયાન માત્ર આવશ્યક ચીજ-વસ્તુઓની પરવાનગી આપવામાં આવશે અને તે પણ નક્કી કરેલી સમય મર્યાદા વચ્ચે જ આ સેવાઓ ઉપલબ્ધ કરાવાશે.

છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં જ 3 હજાર 800 થી વધુ નવા કેસો સામે આવ્યા છે, તો સાથે 17 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે, આ સ્થિતિને જોતા જ તંત્રએ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

દેશમાં સતત દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે,દેશમાં કોરોનાના કેસની સંખ્યા શનિવારના રોજ 90 હજારને પાર પહોંચી છે, માત્ર એક જ દિવસમાં 93 હજાર 300થી વધુ કેસ નોંધાયા છે તેની સાથે જ કુલ દર્દીઓનો આકં 53 લાખની સંખ્યાને પાર કરી ગયો છે, જો કે સારા સમાચાર એ પણ છે કે કુલ એક્ટિવ કેસોથી ચાર ગણા કેસ દેશમાં સ્વસ્થ થયા છે, અર્થાત સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, અત્યાર સુધી દેશમાં 42 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે.

સાહીન-

 

 

 

Exit mobile version