Site icon hindi.revoi.in

ઓટો સેકટરમાં મંદીનો માર યથાવત-સપ્ટેમ્બરમાં પણ કારના વેંચાણમાં ઘટાડો નાંધાયો

Social Share

તહેવારની સિઝનમાં આશા રાખવામાં આવી રહી છે કે,ઓટો ઈન્ડસ્ટ્રીઝમાં મંદી દુર થશે,જો કે હાલતો  મંદી યથાવત જોવા મળી છે.છેલ્લા બે મહિનાથી કેન્દ્ર સરકાર દેશની આર્થિક મંદીને દુર કરવાના સતત પ્રયત્નો કરી રહી છે,આ માટે સરકાર તરફથી કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા સાથે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે,પરંતુ સરકાના આ પ્રયત્નો છતા ઓટો ઈન્ડસ્ટ્રીઝમાં મંદીનો માર યથાવત જોવા મળી રહ્યો છે

વાહન નિર્માતાના સંગઠને જણાવ્યું કે,સપ્ટેમ્બર મહિનામાં કારનું વેંચાણ ફરી ઘટ્યું હતું,  જાહેર થયેલા આંકડા મુજબ પેસેન્જર વ્હિકલ્સનું વેંચાણ 23.69 ટકા સુધી ઘટ્યું છે,તો વળી કોમર્શિયલ વ્હીકલના વેચાણમાં 62.11 ટકા સુઘીનો ઘટાડો નોંધાયો છે.

સિયામે રજુ કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બરમાં પેસેન્જર વ્હીકલ્સના પ્રોડક્શનમાં અંદાજે 19 ટકા સુધીનો ઘટાડો થયો છે,જ્યારે ડોમેસ્ટિક સેલ્સનો આંકડો 23.69 ટકા સુઘી નીચે આવી ગયો છે,સપ્ટેમ્બર મહિનામાં કુલ 2,23,317 પેસેન્જર વ્હીકલ્સનું વેંચાણ થયુ છે જ્યારે 2,79,644 પેસેન્જર વ્હીકલ્સનું પ્રોડક્શન થયું છે

સપ્ટેમ્બર મહિનામાં પેસેન્જર કારનું પ્રોડક્શન 1,80,799 યૂનિટ રહ્યું જ્યારે આ જ સમયગાળામાં પાછલા વર્ષે સેગમેન્ટની 2,33,351 કારોનું પ્રોડક્શન થયું હતું તે જોતા 22.53 ટકા સુઘીનો ઘટાડો નોંધાયો છે,જ્યારે પેસેન્જર કારની ડોમેસ્ટિક સેલ્સની વાત કરીએ તો સપ્ટેમ્બર 2019મા 1,31,281 કારનું વેચાણ થયું છે,જ્યારે આજ સમયગાળામાં પાછલા વર્ષે 1,97,124 કારનું વેંચાણ થયુ હતું.એટલે કે પેસેન્જર કારના ડોમેસ્ટિક સેલ્સમાં 33 ટકાનો ઘટાડો નોંધાયો છે.

જો યૂટિલિટી વ્હીકલ્સના સપ્ટેમ્બરના પ્રોડક્શનની વાત કરીએ તો 2.45 ટકા ઘટાડા સાથે 87 હજાર 127 થાય છે, જ્યારે આ જ સમયગાળામાં ગયા વર્ષે 89 હજાર 319 કારનું ઉત્પાદન કરાયું હતું. આ સિવાય વાનના ઉત્પાદનમાં સપ્ટેમ્બર મહિનામાં અંદાજે 38 ટકાનો ઘટાડો થયો છે અને તે 11 હજાર 738 પર આવી ગયો છે.વાનની ડોમેસ્ટીક સેલ્સની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં 43 ટકા ઘટાડો થયો છે.

થ્રી વ્હીલર્સના પ્રોડક્શન ડોમેસ્ટિક સેલ્સની જો વાત કરવામાં આવે તો કમ્રશઃ1.15 ટકા અને 3.92 ટકા ઘટાડો નોંધાયો છે,ત્યારે ટુ વ્હીલર્સના પ્રોડક્શનમાં અંદાજે 18 ટકા ઘટાડો થયો છે,તેજ રીતે ટુ વ્હીલર્સ વાહનોના ડોમેસ્ટીક સેલ્સમાં 22.09 ટકાનો ઘટાડો નોંઘાયો છે.

 આ સમગ્ર આંકડાઓ ત્યારે જાહેર થયા છે જ્યારે હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે, સામાન્ય રીતે દિવાળીના તહેવારને આ ક્ષેત્ર માટે વરદાન માનવામાં આવે છે,માનવામાં આવે છે કે તહેવારોના સિઝનમાં લોકો કારની ખરીદી કરવી શુંભ માને છે,વિતેલા દિવસોમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે પણ એજ વાતની આશા રાખી હતી કે તહેવારોની સિઝનમાં ઓટોક્ષેત્રમાં મંદીનો માર ઓછો થશે.

Exit mobile version