Site icon Revoi.in

એલએસી પર સ્થિતિ તણાવપૂર્ણ – ચીની સેનાની હથિયારો સાથે ગતિવિધિઓ વધી

Social Share

ચીનની ક્રિયાઓથી નિયંત્રણ રેખાઓ પર તનાવ વધ્યો છે. વાટાઘાટોના ટેબલ પર શાંતિનો ઢોંગ કરતું ચીન બીજી તરફ ભારત સામે અનેક કાવતરા ગઢવામાં વ્યસ્ત છે, જેના કારણે લદ્દાખમાં તણઆવ વધતો જ જતો છએ, ત્યારે આ સ્થિતિ છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહી છે.તો સ્થિતિમાં સુધારો ન થાય તો બન્ને સેનાઓ સામેસામે આવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે, કારણ કે ચીનની સેનાએ અચાનક સીમા પર પોતોની સેનાની સંખઅયામાં વઘારો કર્યો છે.

પેંન્ગોંગ તળાવની ઉત્તરી કાંઠે ચીનના સૈનિકોનો મેળાવડો ફરીથી શરૂ થયો છે. ઉત્તરી કાંઠે ફિંગર વિસ્તારની રીજલાઇન પર મોટી સંખ્યામાં ચીની સૈનિકો એકઠા થઈ રહ્યા છે. 7 સપ્ટેમ્બરના રોજ દક્ષિણના દરિયાકાંઠે ઘૂસણખોરીના નિષ્ફળ પ્રયાસો બાદ હવે ચીન તેના કાવતરા ફરીથી ઘડી રહ્યું છે.

બુધવારે સાંજથી આ વિસ્તારમાં ચીની આર્મીની ગતિવિધિઓમાં વધારો થયો છે. ચીન સરહદની અડીને આવેલા પઠારી વિસ્તારોમાં લશ્કરો દ્વારા હથિયારોનો ધસારો વધારી રહ્યા છે. ચીન દેશના જુદા-જુદા ભાગોથી શસ્ત્રો અને અનેક સૈન્ય સાધનોનું સોર્સિંગ અહી કરી રહ્યું છે બંને દેશોની સૈન્ય જાણે હવે આમને સામને છે, નિયંત્રણ રેખા ફિંગર 8 પર છે પરંતુ ચીન ફિંગર 4 રિઝલાઈન પર અટક્યું છે

ભારતના લદ્દાખ ક્ષેત્રમાં બ્લેક ટોપ સહિત અનેક વ્યૂહાત્મક મોરચે આગેવાની લીધા પછી, ચીન વારંવાર નિયંત્રણમાં બહાર નીકળી રહ્યું છે અને વાસ્તવિક નિયંત્રણ રેખાને પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વિતેલી 29-30 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બરની રાત સુધી સતત ચીન ઘણા નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા છે, આ જોતા લાગી રહ્યું છે કે બન્ને દેશઓની સેના આમને સામને થતા યુદ્ધની ચિંગારી ભડકી શકે છે,કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે, એલએસી પર હાલ સ્થિતિ વર્ષ 1962 થી પણ વધુ ગંભીર બની છે.

સાહીન-