Site icon hindi.revoi.in

સુપ્રીમ કોર્ટના આદેશથી આજે નીટની પરિક્ષાના બીજા તબક્કાનો આરંભ

Social Share

સોમવારના રોજ સુપ્રીમ કોર્ટ તરફથી રાષ્ટ્રીય પરિક્ષા એજન્સીએ કોરોના મહામારીથી પ્રભઆવિત વિસ્તારોના વિદ્યાર્થીઓ અને  પ્રતિબંઘિત વિસ્તારના વિદ્યાર્થીઓ માટે 14 ઓક્ટોબરના રોજ નીટ(યૂજી)ની પરિક્ષાના બીજા તબક્કાનું આયોજન કરવાની પરવાનગી આપી હતી ,જે હેછળ જ રોજ દેશ-વિદેશના વિદ્યાર્થીઓ આ પરિક્ષા ભાગ લેવા જઇ રહ્યા છે. કોરોના વાયરસથી પ્રભાવિત વિસ્તારોના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે.

સોમવારના રોજ ખંડપીઠે આપી હતી પરવાનગી

મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ વી.રામાસુબ્રમણ્યમની ખંડપીઠે સોલિસીટર જનરલ તુષાર મહેતા દ્વારા કોરોના વાયરસથી સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરિક્ષાનું આયોજન કરવા બાબતે આ પરવાનગી આપવામાં આવી હતી.

ખંડપીઠે કહ્યું હતું કે, કોરોના સંજોગોને લીધે આ પહેલા પણ પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી,વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને  અમે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સને નીટ પરિક્ષાના બીજા તબક્કાનું સઆયોજન કોવિડ -19 થી પ્રભાવિત વિદ્યાર્થીઓ અને પ્રતિબંધિત વિસ્તારના ઉમેદવારો માટે  14 ઓક્ટોબરના રોજ મંજૂરી આપવી તે યોગ્ય માનવામાં આવે છે.

ખંડપીઠે કહ્યું કે આ પરીક્ષાના પરિણામો 16 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવી શકે છે,કોવિડ -19 મહામારીને કારણે  NEETની પરીક્ષા બે વખત 3 મે અને 26 જુલાઈના રોજ સ્થગિત કરવામાં આવી હતી અને 13 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવી હતી.

સાહીન

Exit mobile version