Site icon hindi.revoi.in

રિઝર્વ બેંકે ગ્રાહકોને આપ્યો વિશ્વાસ -“ચિંતા કરવાની જરુર નથી,સુરક્ષિત અને સ્થિર છે ભારતીય બેંક”

Social Share

રિઝર્વ બેંકે જનતાને વિશ્વાસ અપાવ્યો છે ,’દેશમાં બેકિંગ સિસ્ટમ ખુબ જ મજબુત છે, અને તમારે ચિંતા કરવાની જરુર નથી’,કેટલીક બેંકોમાં સમસ્યા આવ્યા બાદ ગ્રાહકોમાં મચેલી ઉથલપાથલને લઈને રિઝર્વ બેંકે  નિવેદન જારી કર્યું છે.મંગળવારના રોજ બેંકના શેરોમાં ઘટાડો નોંધાતા ગ્રાહકો ચિંતાતૂર બન્યા હતા

રિઝર્વ બેંકે એક નિવેદનમાં કહ્યું કે,કેટલીક જગ્યાઓ પર અનેક બેંકોને લઈને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે,જેના કારણે બેંકના રોકાણકારોમાં ચિંતા વ્યાપી છે,ત્યારે આ વાતને લઈને આરબીઆઈ સામાન્ય જનતાને તે વાતથી વાકેફ કરવા માંગે છે કે, “ભારતીય બેંકિંગ સિસ્ટમ અત્યંત સુરક્ષિત છે, સાથે સાથે સ્થિર પણ છે”, જેથી કરીને આ  પ્રકરની જુઠી અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે,છેલ્લા અઠવાડિયે રિઝર્વ બેંકે એક નિવેદન રજુ કર્યું હતું,અને આ નિવેદનમાં અફવાઓનું ખંડન કર્યું હતુ,અફવા હતી કે 9 સરકારી બેંકો બંધ થવા જઈ રહી છે,તાજેતરમાં બેંકોના એકત્રીકરણ યોજના હેઠળ સરકારે 10 જાહેર બેંકોના વિલીનીકરણ કરીને તેને 4 મોટી બેંકોમાં રૂપાંતર કરવાની જાહેરાત કરી હતી.

રિઝર્વ બેંકે જણાવ્યું હતુ કે,સરકાર સરકારી બેંકોને હજુ વધુ મજબુત કરવા માંગે છે,તો બીજી કોઈ પણ બેંકોને બંધ કરવાનો તો સવાલ જ ઉઠતો નથી.તાજેતરમાં મુંબઈ કેન્દ્રિત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર સહકારી બેંક પર રિઝર્વ બેંકે કડક કાર્યવાહી કરી હતી,અને જમાકર્તાઓ દ્રારા પૈસા નિકાળવા પર અંકુશ લગાવવામાં આવ્યો છે,જેનાથી લાખો ગ્રાહક પર સર પડી છે.

Exit mobile version