Site icon hindi.revoi.in

દક્ષિણ ગુજરાતના સુરત સહીતના કેટલાક જીલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા – રિકેટર સ્કેલ પર 4.2 તિવ્રતા નોંધાઈ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

 

ભરુચ -: સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂંકપના આંચકા અનુભવવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજ રોજ ફરી એકવાર ઘરા ઘ્રુજી ઉઠી હતી, દક્ષિણ  ગુજરાતના કેટલા જીલ્લામાં બપોરના સમયે ભૂકંપના આચંકા અનુભવાયા છે.

મળતી માહિતી પ્રમાણે આજ રોજ શનિવારની બપોરે અંદાજે 3-39 મિનિટથી 3 -44 મિનિટ વચ્ચે ભૂંકના આચંકા અનુભવાયા હતા.ભૂકંપનુ એપી સેન્ટર ભરુચ જીલ્લાના નેત્રંગ તાલુકાનું માલપોર ગામ નોંધાયું હતું.

આજ રોજ બપારે ભૂકંપના આંચકાઓ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા,  બપોરનો સમય હોવાથી મોટા ભાગના ગામામોં લોકો સુતા હોઈ જેથી આ આચંકાઓ અનુભવતા એકાએક ભાગદોડ મચવા પામી હતી. આ આચંકા એટલી હદે ઘ્રુજાવનારા હતા કે સામાન્ય સપાટીની જગ્યા એ બેસેલા લોકો પણ તેને અનુભવી શકતા હતા.

સાહીન-

Exit mobile version