- પંજાબના મુખ્યમંત્રી આજે ગૃહમંત્રી અમિત શાહને મળશે
- કૃષિ કાયદા અંગે થશે વાતાઘાટો
દિલ્હીઃ- ખેડૂત અને કેન્દ્ર સરકાર વચ્ચે કૃષિ કાયદા વિરુદ્ધ ગુરુવારે નવી દિલ્હીમાં સરકાર અને ખેડૂતો સાથેના ચોથા રાઉન્ડના વાતાઘાટો પહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે 10 30 વાગ્યા વચ્ચે વાતચીત થશે. બંને નેતાઓ વચ્ચે વાટાઘાટોનો મુદ્દો પણ કૃષિ કાયદા અંગેનો હશે.
મુખ્ય મંત્રી કાર્યાલય જણાવ્યું કે આ વાટાઘાટ વિવાદાસ્પદ કૃષિ કાયદાથી સંબંધિત મુદ્દાને સમજવા અને ગતિરોધને પૂર્ણ કરવા માટે ‘મધ્ય-માર્ગ અભિગમ’ અપનાવવા પર હશે. કેપ્ટને સોમવારના દિવસે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે, તેઓ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડુતોની લડતને સમાપ્ત કરવામાં આટલી હદે જીદ શા માટે કરે છે અને કેન્દ્ર સરકાર ખેડૂતોની વાતો શા માટે નથી સાંભળી રહી.
તેમણે કહ્યું હતું કે,પોતાના લોકોની વાત સાંભળવી તે સરકારનું કામ છે,જો કોઈ પણ રાજ્યોના ખેડૂતો કાયદા વિરિદ્ધ આંદોલનમાં સામેલ છે તો તેઓને ખરેખરમાં કાયદાથી કોઈ મુશ્કેલી છે, ઉલ્લેખનીય છે કે, પંજાબના 30 ખેડૂત સંગઠન સહીતના કેટલાક રાજ્યો દિલ્હીની સીમા પર આંદોલન કરી રહ્યા છે
સાહિન-