Site icon hindi.revoi.in

કોણ છે પીળી સાડી પહેરેલી આ સુંદર પોલિંગ બૂથ ઓફિસર? સોશિયલ મીડિયા પર PHOTOS વાયરલ

Social Share

સોશિયલ મીડિયા પર એક મહિલા પોલિંગ ઓફિસરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવાઓ પ્રમાણે, આ મહિલા લોકસભા ચૂંટણી દરમિયાન કોઈ પોલિંગ સેન્ટર પર તહેનાત કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર કેટલાક લોકો મહિલા પોલિંગ ઓફિસરના ડ્રેસિંગ સેન્સ અને સુંદરતાના વખાણ કરી રહ્યા છે. ઘણા લોકોએ એવું પણ લખ્યું છે કે, તેમના કારણે લોકો મોટી સંખ્યામાં વોટ્સ નાખવા માટે પહોંચ્યા.

જોકે, પીળી સાડી પહેરેલી આ મહિલાએ પોતાના વિશે કોઈ જાણકારી કોઈ સાર્વજનિક માધ્યમમાં નથી આપી.

જોકે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે તેમનું નામ નલિની સિંહ છે. પરંતુ આ વાતની પુષ્ટિ કરી શકાય એમ નથી. કેટલાક લોકોએ આ ફોટાને ઉત્તરપ્રદેશનો જણાવ્યો છે, તો કેટલાક તેને મધ્યપ્રદેશનો જણાવી રહ્યા છે. કોઈએ લખ્યું છે કે મહિલાનું નામ રીના દ્વિવેદી છે અને તે લખનઉના પીડબલ્યુડી વિભાગમાં કામ કરે છે.

શક્ય છે કે આગામી દિવસોમાં મહિલાની સાચી ઓળખ સામે આવે. હાલ તો સોશિયલ મીડિયા પર મહિલાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Exit mobile version