Site icon hindi.revoi.in

IPL2020 – દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ કોરોના વોરિયર્સને સમર્પિત જર્સી પહેરશે

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

નવી દિલ્લી: આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સએ શુક્રવારે કહ્યું હતું કે, તેમના સામે યુએઈમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન જે જર્સી પહેરશે તેના પર થેક્યું કોવિડ વોરીયર્સ લખેલું હશે જે કોરોના મહામારીની વચ્ચે પણ કામ પર હાજર રહેલ કોરોના વોરીયર્સની ભાવનાને તેમનો સલામ હશે.

આઈપીએલની શરૂઆત શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની પ્રથમ મેચથી શરૂ થશે. દિલ્હીની ટીમે એક નિવેદનમાં કહ્યું કે, દિલ્હી કેપિટલ્સની ઓફિશિયલ મેચ જર્સી પર ‘થેંક્યુ કોવિડ વોરિયર્સ’ લખેલું હશે અને આ સિઝનમાં ટીમ આ જર્સી પહેરશે.

દિલ્હી કેપિટલ્સના સીનીયર ફાસ્ટ બોલર ઇશાંત શર્મા, સ્પિનર અમિત મિશ્રા અને સહાયક કોચ મોહમ્મદ કૈફ એ વર્ચ્યુઅલ મીટમાં કેટલાક કોરોના વોરીયર્સ સાથે વાત પણ કરી હતી, જેમાં ડોકટરો અને પોલીસ અધિકારીઓ સામેલ હતા.

ઇશાંતે કહ્યું હતું કે, તમામ સફાઇ કામદારો, સુરક્ષાદળો, રક્તદાતાઓ, સામાજિક કાર્યકરો, ડોકટરો અને તેમના પરિવારોને માનવતાની સેવા કરવા બદલ અમારા તરફથી સલામ. અમિત મિશ્રાએ કહ્યું, આ કોરોના વોરીયર્સનો આભાર વ્યકત કરવા માટે પૂરતા શબ્દો નથી. અમે આપ સૌને સલામ કરીએ છીએ. તમારું કાર્ય પ્રેરણાદાયક રહેશે.

કૈફે કહ્યું કે, જીવનની આ લડતમાં બીજાને પોતાને આગળ રાખવા માટે ઉત્કૃષ્ટ ઉત્સાહ અને નિ:સ્વાર્થ ભાવના જરૂરી છે. દુનિયાને વધુ સારી બનાવવા માટે હું આપ સૌને સલામ કરું છું. ”

_Devanshi

Exit mobile version