Site icon hindi.revoi.in

યૂપીમાં ટ્રીપલ તલાકની ઘટનાઃફરિયાદ કરતા શ્વસુર પક્ષે પુત્રવધુનું નાક કાપ્યું

Social Share

યૂપીમાં ટ્રીપલ તલાકની ઘટના

સાસરિ પક્ષે પુત્રવધુનું નાક કાપ્યું

પુત્રવધુ સાથે મારપીટ કરી

દહેજ ન આપતા સાસરીયાઓ ક્રુર બન્યા

પુત્રવધુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

થોડા સમય પહેલા જ લોકસભામાં ટ્રીપલ તલાકનું બિલ પાસ થઈ ચુક્યું છે અને ટ્રીપલ તલાક હવે કાનુની રીતે ગુનો બને છે, છતા પણ પુરુષો દ્વારા પત્નિને ત્રણ તલાક આપવાના કીસ્સાઓ સામે આવતા રહેતા હોય છે, ત્યારે ઉત્તર પ્રદેશના સીતાપુર જીલ્લામાં એક પતિએ ફોન પર પત્ની પાસે બાઈકની માંગણી કરી હતી ત્યારે પત્નિએ પતીની માંગણીનો અસ્વીકાર કરતા તેના પતિ સદ્દામે આ વાતને મુદ્દો બનાવીને 3 ઓગસ્ટના રોજ ફોન પર જ પત્નિને ત્રણ તલાક આપી હતી

ઉત્તર પ્રદેશના સીતાપુર જીલ્લામાં ટ્રિપલ તલાકની ફરિયાદ પાછી ન ખેચંતા સાસરીયાઓ એ પુત્રવધુ સાથે મારપીટ કરી હતી અને ત્યાર બાદ તેનું નાક કાપી નાખ્યું હતુ ,ત્યારે પીડિત મહિલાની મદદે આવનારા તેના બનેવીને પણ સાસરી વાળાએ ખુબ માર મારીને તેને ઈજા પહોંચાડી હતી ત્યારે પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે

 ઘટના સીતાપુરના ખૈરાબાદ થાના વિસ્તારની છે, ટ્રિપલ તલાકની ફરિયાદ પાછી ન લેતા સાસરી પક્ષના લોકોએ પોતાની પુત્રવધુની ખુબ પીટાઈ કરી હતી આ મારપીટમાં મહિલા અને તેના બનેવીને  ઈંટ અને પત્થરથી માર મારતા  ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યારિ પિડીત મહિલાના પરિવારે સાસરીયો સામે ફરિયાદ નોંધાવી છે, બે મહિલાઓ સહિત ચાર લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે,

સીતાપુર જીલ્લાના ખૈરાબાદની રહેનારી એક યૂવતીના લગ્ન 14 મે,2019ના રોજ મહમુદાબાદ કોતવાલીનો રહેવાસી સદ્દામ સાથે કરવામાં આવ્યા હતા, પિડીત મહિલાએ આરોપ લગાવ્યો છે કે  લગ્નના બીજે જ દિવસે તેના પતિએ તેની પાસે 35 હજાર રુપિયાની માંગણી કરી હતી  પૈસા લઈને તે ઘરથી દુર જતો રહ્યો હતો. ત્યાર બાદ તેના પતીએ દહેજમાં બાઈકની માંગણી કરી હતી જે માંગણીનો પિડીતાએ અસ્વીકાર કર્યો હતો તે વાતથી નારાજ થી અને 3 ઓગસ્ટના રોજ તેના પતિ સદ્દામે ફોન કરીને પિડીતાને ત્રણ તલાક આપી હતી

ત્યારે પિડીતા અને તેના પરિવારે આ વાતની ફકરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી ,પોલીસે ઘટનાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે પોલીસે આરોપીને સંકજામાં લેતા આરોપીએ તેની પત્નિને ફરિયાદ પાછી લેવા માટે દબાણ કર્યું હતું પરંતુ પિડીતાએ ફરિયાદ પાછી ખેચી નહોતી,જે વાતને લઈને તેના પતીએ અને પતીના પરિવારે તેની સાથે મારપીટ કરી તેનું નાક કાપી નાખ્યું હતુ

સીતાપુર પોલીસ અધિક્ષક એલ.આર. કુમારે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, ખૈરાબાદના બે દિવસ પહેલા પતીએ પત્નીને ફોન દ્વારા ટ્રિપલ તલાકની જાણ કરી હતી. ગઈકાલે બંને પક્ષકારોને પોલીસ સ્ટેશનમાં બોલાવાયા હતા. સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ સમજોતો થઈ શક્યો નહી ત્યાર બાદ આ મામલે ટ્રિપલ તલાકના કાનુંન એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Exit mobile version