- પબ્લિક એકાઉન્ટ્સ કમિટિને લેહ જવાની પરવાનગી મળી
- સૈનિકોને મળી પરિસ્થિતિની કરશે સમિક્ષા
- લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આપી મંજુરી
દેશમાં સેન્યની સ્થિતિને લઈને વિરોધ પક્ષ સંસદમાં અવાર નવાર અવાજ ઉઠાવતું આવ્યું છે, આ જ બાબતે વર્ષની શરુઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં સીએજી ના રિપોર્ટમાં સેન્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, ઠંડીની સિઝનમાં પણ સેન્યને પુરતા ગરમ કપડા તથા અનેક જરરિયાતની ચીજ સામગ્રી પુરતા પ્રમાણમાં મળી રહેતી નથી.
સીએજી તરફથી પ્રગટ કરવામાં આવેલા આ એહવાલ બાદ વિરોધ પક્ષ કોંગ્રેસના સાંસદ અને સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટિના ચેરમેન એવા અધીર રંજન ચૌધરીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને એક ખાસ પત્ર લખ્યો હતો, આ પત્રામાં તેમણે દેશની સરહદી વિસ્તારોની મુલાકાત કરવાની મંજુરી માંગી હતી, જો કે લાંબા સમયગાળઆ બાદ અઘીર રંજનની આ ઈચ્છાને સ્પીકરની પરવાનગી મળી ચૂકી છે.
આ મંજુરી મળતાની સાથે ઓક્ટોબર મહિનાના અંતમાં બે દિવસ માટે પબ્લિક એકાઉન્ટ્સ કમિટિ લેહના તમામ વિસ્તારની મુલાકાત કરવા જશે અને સેન્યને ફેસ ટૂ ફેસ મળીને તેમની સાથે વાતચીત કરી તેમની પરિસ્થિતિનો ક્યાસ કાઢીને પોતાની ઈચ્છાને સંતુષ્ટ કરશે.
આ મુલાકાત બે દિવસની રહેશે જેમાં 28 અને 29 તારીખે આ સમિતિ લેહની મુલાકાત લેનાર છે, આ સાથે જ પીએસીના તમામ સભ્યો ડીઆરડીઓની ખાસ મુલાકાત કરશે.
સંસદ પબ્લિક એકાઉન્ટ્સના સભ્યો નોર્ધર્ન કમાન્ડના ઑફિસર્સ અને અહી ફરજ બજાવતા સેનિકોને રૂબરૂ મળીને તેમની આવશ્યક્તાઓ વિશે માહિતગાર થશે અને હાલની પરિસ્થિતિનો અભ્યાસ કરીને સ્થિતિને જાણશે.
ઉલ્લેખનીય છે કે અઘીર રંજને આ પરવાનગી જાન્યુઆરી -ફેબ્રુઆરીમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા પાસે માંગી હતી છેવટે તેમને આ પરવાનગી મળી ચૂકી છે.
સાહીન-